શાહને રાહત, વિફરેલી સપાએ કહ્યુ, ‘મોદીના દબાણ હેઠળ EC’
નવી દિલ્હી, 18 એપ્રિલઃ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પરથી ચૂંટણી પંચે પ્રતિબંધ નહીં હટાવતા સમાજવાદી પાર્ટીએ કડવી પ્રતિક્રિયા આપી છે. એસપી નેતા નરેશ અગ્રવાલે આરોપ લગાવ્યો છેકે ચૂંટણી પંચ હવે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે અને અમિત શાહ પરથી પ્રતિબંધ હટાવવાના નિર્ણયથી પંચની બેવડી નીતિ ખુલી પડી ગઇ છે. તેમણે કહ્યું કે જો અમિત શાહ પરથી પ્રતિબંધ હટી શકતો હોય તો આઝમ ખાન પરથી પણ હટાવવો જોઇએ.

નરેશ અગ્રવાલે ચૂંટણી પંચ પર લઘુમતિઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ભડકાઉ ભાષણ મામલે અમિત શાહ અને આઝમ ખાન પર પ્રતિબંધ લગાવ્યો, પરંતુ પ્રતિબંધ માત્ર શાહ પરથી જ શા માટે હટ્યો, તેનાથી દેશમાં લઘુમતિઓ પ્રત્યે ચૂંટણી પંચની વિચારધારા કેવી છે તે માલુમ પડે છે. અમે તેની નિંદા કરીએ છીએ. તેમણે કહ્યું કે જો અમિત શાહ પરથી પ્રતિબંધ હટી શકતો હોય તો આઝમ ખાન પરથી પણ પ્રતિબંધ હટવો જોઇએ. નોંધનીય છેકે ચૂંટણી પંચે ભાજપ નેતા અમિત શાહ પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. અમિત શાહ હવે ચૂંટણી પ્રચાર કરી શકે છે.












Click it and Unblock the Notifications
