મહિલાએ ફરિયાદ પાછી ખેંચી, સપા નેતાને મળી રાહત

બરેલી, 18 માર્ચ: ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં ગઇકાલે રાત્રે ચાલુ ટ્રેનમાં એક યુવતી સાથે છેડતી કરવાના આરોપોમાં એક પૂર્વ સાંસદ અને વરિષ્ઠ સપાની રેલવે પોલીસે ધરપકડ કરી હતી પરંતુ ફરિયાદ પાછી લેવામાં આવતાં તેમને છોડી મુકવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના નેતા વર્ષ 2014માં યોજાનારી ચુંટણી માટે પાર્ટી દ્રારા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર છે.

સમાજવાદી પાર્ટીના નેતા ચંદ્રનાથ સિંહ પર આરોપ લગાવ્યો હતો કે તેમને પદ્યવાત એક્સપ્રેસમાં મહિલા સાથે છેડતી કરી હતી. આ ઘટના બાદ ટ્રેનમાં મુસાફરી કરતાં યાત્રીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસ આવી પહોંચી અને સમાજવાદી પાર્ટીના નેતા ચંદ્રનાથ સિંહની ધરપકડ કરી હતી. ચંદ્રનાથ સિંહ મછલીશહેરના પૂર્વ સાંસદ છે અને 2014ની ચુંટણી માટે સમાજવાદી પાર્ટીના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર છે.

પીડીત મહિલાનું કહેવું છે કે પૂર્વ સાંસદે દારૂ પીધો હતો અને તે હાલતમાં તેમને છેડતી કરી હતી. તો બીજી તરફ આ મુદ્દે તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે પૂર્વ સાંસદની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે મેડિકલ રિપોર્ટમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થઇ નથી. જ્યારે ટ્રેનમાં યાત્રીઓએ મહિલાનો સાથ આપ્યો છે. તેમના વિરોધમાં બાદ પ્રતાપગઢમાં સાંસદને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યાં હતા.

બીજી તરફ એમ કહેવામાં આવે છે કે સીટને લઇને તકરાર થઇ હતી. જ્યારે મહિલા અને તેના પરિવારના લોકોએ ટ્રેનમાં સુરક્ષાકર્મીઓને છેડતીની લેખિત ફરિયાદ કરી હતી. જો કે બાદમાં આરોપ લગાવનાર મહિલાએ ફરિયાદ પાછી ખેંચતા તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

જીઆરપી શાહજહાંપુરના પોલીસમથકના એસ પી યાદવે જણાવ્યું હતું કે આરોપ લગાવનાર મહિલાએ જિલ્લાધિકારી કાર્યાલયમાં ફેક્સ કરીને કહ્યું હતું કે તે પોતાની ફરિયાદ પાછી ખેંચે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X