છેડતીના આરોપમાં સપા નેતા ફસાયા, ધરપકડ કરાતાં બગડી 'તબિયત'

સમાજવાદી પાર્ટીના નેતા ચંદ્રનાથ સિંહ પર આરોપ છે કે તેમને પદ્યવાત એક્સપ્રેસમાં મહિલા સાથે છેડતી કરી છે. આ ઘટના બાદ ટ્રેનમાં મુસાફરી કરતાં યાત્રીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પોલીસ આવી પહોંચી અને સમાજવાદી પાર્ટીના નેતા ચંદ્રનાથ સિંહની ધરપકડ કરી હતી. ચંદ્રનાથ સિંહ મછલીશહેરના પૂર્વ સાંસદ છે અને 2014ની ચુંટણી માટે સમાજવાદી પાર્ટીના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર છે.
પીડીત મહિલાનું કહેવું છે કે પૂર્વ સાંસદે દારૂ પીધો હતો અને તે હાલતમાં તેમને છેડતી કરી હતી. તો બીજી તરફ આ મુદ્દે તપાસ કરી રહેલી પોલીસનું કહેવું છે કે પૂર્વ સાંસદની મેડિકલ તપાસ કરાવવામાં આવી છે મેડિકલ રિપોર્ટમાં દારૂ પીધો હોવાની પુષ્ટિ થઇ નથી. જ્યારે ટ્રેનમાં યાત્રીઓએ મહિલાનો સાથ આપ્યો છે. તેમના વિરોધા બાદ પ્રતાપગઢમાં સાંસદને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યાં હતા. બીજી તરફ એમ કહેવામાં આવે છે કે સીટને લઇને તકરાર થઇ હતી. જ્યારે મહિલા અને તેના પરિવારના લોકોએ ટ્રેનમાં સુરક્ષાકર્મીઓને છેડતીની લેખિત ફરિયાદ કરી છે.












Click it and Unblock the Notifications
