અફઝલને ફાંસીના બે દિવસ બાદ મળ્યો પરિવારને પત્ર

afzal guru
શ્રીનગર, 11 ફેબ્રુઆરી: ભારત સરકાર દ્વારા સંસદ પર હુમલાના દોષી અફઝલ ગુરુને 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યે ગુપ્ત રીતે ફાંસી આપી દીધી છે. જોકે મોહંમદ અફઝલ ગુરુના પરિવારનું કહેવું છે કે તેમને અફઝલની ફાંસી અંગે જાણ પણ કરવામાં આવી ન્હોતી અને તેનો મૃતદેહ પણ અમને સોંપવામાં આવ્યો નથી. જોકે મજાની વાત એ છે કે ભારતીય ટપાલ ખાતા દ્વારા અફઝલના પરિવારને તેની ફાંસીના બે દિવસ બાદ પત્ર પહોંચાડવામાં આવ્યો છે.

આ અંગે અફઝલ ગુરુની બહેન યાસિને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે 'અફઝલ ગુરુની ફાંસી અંગેની જાણ કરતો પત્ર અમને આજે મળી રહ્યો છે. જ્યારે અફઝલને ફાંસી શનિવારે સવારે 8 વાગ્યે અપાઇ ચૂકી છે.'

શ્રીનગર ટપાલખાતાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ સ્પીડ પોસ્ટ અમારા ખાતાને શનિવારે સાંજે મળ્યો. જોકે અફજલને શનિવારે સવારે જ ફાંસી આપી દેવાના સમાચાર આવી ગયા હતા. અને રવિવારે જાહેર રજા હોવાના કારણે આ પત્ર સોમવારે તેમના પરિવારને મળી શક્યો.

જમ્મુ-કાશ્મીરના ચિફ પોસ્ટ માસ્ટર જનરલ જ્હોન સેમ્યુલે પત્રકારોને જણાવ્યું કે અફઝલ ગુરુની પત્નીના નામનો પત્ર અમને એર પોસ્ટ દ્વારા શનિવારે સાંજે મળ્યો હતો. રવિવારે રજા હોવાના કારણે અમે તેની ડિલિવરી સોમવારે સવારે કરાવી શક્યા છીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે અફઝલ ગુરુને 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાના આરોપમાં ફાંસીની સજા કરવામાં આવી હતી. અને તેને શનિવારે સવારે ફાંસીએ લટકાવી દેવામાં પણ આવ્યો.

ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને મોડો પત્ર મળ્યા અંગે સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું કે 'અમે તેમના પરિવારને જાણ કરતો પત્ર 7 ફેબ્રુઆરીના રોજ મોકલી દીધો હતો, પરંતુ તેમને પત્ર મોડો કેમ મળ્યો તેની તપાસ કરવામાં આવશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X