સ્પોટ ફિક્સિંગ : દિલ્હી પોલીસે ગુજરાતમાં દરોડા પાડ્યા

નવી દિલ્હી, 18 મે : આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કાંડના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગુજરાતમાં દરોડા પાડ્યાં છે. આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તેની સાથે સંકળાયેલી નાનામાં નાની કડી મેળવવા સઘન પ્રયાસો શરૂ કરાયા છે. દિલ્હીથી આવેલી પોલીસની જુદી જુદી ટીમોએ ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા સહિત અનેક શહેરો પર બાજ નજર રાખી છે.

આ આખા કૌભાંડનું મની ટ્રાન્ઝેક્શન અને કેશ કાઉન્ટર અમદાવાદમાં હોવાની શંકાના આધારે આ દિશામાં ગુપ્ત રાહે તપાસ શરૂ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગમે તે કારણસર, પણ આ આખાય મામલામાંથી ગુજરાત પોલીસને બાકાત રાખવામાં આવી છે.

ipl-2013

પ્રાપ્ત માહિતી અનુસાર આઈપીએલ સ્પોટ ફિક્સિંગના મામલા બાદ આ કાંડનાં મૂળ સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસે જમીન-આસમાન એક કર્યા છે. સ્પોટ ફિક્સિંગ મામલાનાં મૂળ અમદાવાદમાં હોઈ દિલ્હી પોલીસની ટીમોએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને જુદાં જુદાં શહેરોમાં આ અંગે તપાસ શરૂ કરી છે.

ખાસ કરીને મહેસાણા જિલ્લાના ખેરાલુ, ઊંઝા, વિજાપુર, વિજયનગર તેમજ પાટણમાં પણ દિલ્હી પોલીસે પહોંચી જઈ સઘન કાર્યવાહી શરૃ કરી છે. સ્પોટ ફિક્સિંગનું તમામ મની ટ્રાન્ઝેક્શન અમદાવાદમાં જ થતું હોવાની દિલ્હી પોલીસને ચોક્કસ બાતમી મળી છે. આ કેશ કાઉન્ટરનું સ્થળ જો દિલ્હી પોલીસના હાથમાં આવી જાય તો રૂપિયા 250થી 300 કરોડની રોકડ મળી આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.

ગુજરાત FSLની મદદ લેવામાં આવે તેવી શક્યતા

આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કાંડમાં ગુજરાત એફએસએલની પણ મદદ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે અને જરૂર પડ્યે ત્રણેય ખેલાડીઓના બ્રેઇન ટેસ્ટ માટે કોર્ટની મંજૂરી માગવામાં આવશે. ત્રણેય ખેલાડીઓના લાઇ ડિટેક્ટર ગાંધીનગરની એફએસએલમાં થાય તેવું જાણવા મળ્યું છે. આઈપીએલ સ્પોટ ફિક્સિંગ કાંડના ત્રણેય ક્રિકેટર આરોપીઓનાં 'અવાજ પરીક્ષણ'ની સીએફએસએલ (ચંદીગઢ) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આમ છતાં આ તપાસમાં ગુજરાત એફએસએલની પણ મદદ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત ત્રણેય ખેલાડીઓના બ્રેઇન મેપિંગ ટેસ્ટ માટે પણ કોર્ટની મંજૂરી માગવામાં આવે તેવું જણાઈ રહ્યું છે તેમજ ત્રણેય ખેલાડીઓના લાઇડિટેક્ટર ટેસ્ટ ગાંધીનગરમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X