SRH vs PBKS : રાહુલ ત્રિપાઠીની શાનદાર બેટિંગ, હૈદરાબાદની 8 વિકેટે જીત
હૈદરાબાદને આખરે તેની પહેલી જીત મળી છે. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એડન માર્કરમની કપ્તાની હેઠળ સનરાઇઝર્સ હૈદરાબાદે આખરે ખાતુ ખોલ્યુ છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 8 વિકેટે શાનદાર જીત મેળવી છે. આ મેચમાં રાહુલ ત્રિપાઠીએ શાનદાર ઈનિંગ્સ રીને ટીમને જીત અપાવી.

144 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કરી. રાહુલે સિક્સ સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. રાહુલે 48 બોલમાં અણનમ 74 રન બનાવવા ઉપરાંત એડન માર્કરમ સાથે 100 રનની મેચ વિનિંગ ભાગીદારી કરી હતી. હૈદરાબાદ માટે મયંક અગ્રવાલ અને હેરી બ્રુકે શાનદાર શરૂઆત અપાવી હતી.
હૈદરાબાદને પહેલો ફટકો હેરી બ્રુકના રૂપમાં લાગ્યો. હેરી બ્રુક 14 બોલમાં 13 રન બનાવીને અર્શદીપ સિંહના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. મયંક અગ્રવાલના રૂપમાં ટીમને વધુ એક ઝટકો લાગ્યો. નવમી ઓવરના ત્રીજા બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી. મયંકને રાહુલ ચહરે સેમ કરણના હાથે કેચ આઉટ કરાવ્યો. તેણે 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. આ પછી રાહુલ ત્રિપાઠીએ એક છેડેથી સતત મોટા શોટ ફટકારીને ટીમને જીત અપાવી દીધી.












Click it and Unblock the Notifications
