SRH vs RR : ચહલની ધારદાર બોલિંગ સામે હૈદરાબાદ ઘુંંટણીયે, રાજસ્થાનની 72 રને જીત

SRH vs RR

રાજસ્થાન રોયલ્સે IPL 2023માં તેની પ્રથમ મેચમાં ધમાકેદાર શરૂઆત કરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રાજસ્થાનની 72 રને જીત થઈ છે. પ્રથમ બેટિંગ કરતા રોયલ્સે ધમાકેદાર બેટિંગ કરતા 5 વિકેટે 203 રનનો સ્કોર બનાવ્યો હતો. બીજી તરફ રન બનાવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદ 8 વિકેટે 131 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે 4 વિકેટ ઝડપી.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભુવનેશ્વર કુમારનો આ નિર્ણય ખોટો સાબિત થયો. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ ધમાકેદાર ઈનિંગ્સ રમતા સ્કોર 200 પાર પહોંચી ગયો. અહીં જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે પ્રથમ વિકેટ માટે 85 રનની પાર્ટનરશીપ કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરોને વિકેટ માટે ફાફા પડ્યા હતા.

જોસ બટલર આજે શરૂઆતથી જ ખતરનાક મુડમાં જોવા મળ્યો હતો. તેને માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પછી તે 22 બોલમાં 54 રન બનાવીને તે આઉટ થયો હતો. બટલર બાદ યશસ્વી જયસ્વાલે તોફાની બેટિંગ ચાલુ રાખી અડધી સદી ફટકારી હતી. તે પણ 37 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો. આગળ કેપ્ટન સંજુ સેમસને વિસ્ફોટક બેટિંગ કરતા 32 બોલમાં 54 રનની ઇનિંગ રમીને ટીમને મોટા સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભુમિકા ભજવી. બીજી તરફ હૈદરાબાદ તરફથી ફઝલહક ફારૂકી અને ટી નટરાજને 2-2 વિકેટ લીધી.

બીજી ઈનિંગ્સમાં રન ચેજ માટે ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી. અહીં અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠીને ટ્રેન્ટ બોલ્ટે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન મોકલી દીધા હતા. જો કે મયંક અગ્રવાલે કોશિષ કરતા 27 રન બનાવ્યા પરંતુ તે અપુરતા હતા. એક પછી એક વિકેટો પડતા હૈદરાબાદની ટીમ 8 વિકેટે 131 રન બનાવી શકી અને 72 રનથી મેચ હારી ગઈ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X