શ્રીનગર પોલિસે લશ્કરના 2 આતંકીઓને પકડ્યા, ભારે માત્રામાં હથિયારો જપ્ત
જમ્મુ કાશ્મીર પોલિસને આતંકીઓ સામે મોટી સફળતા મળી છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર પોલિસને આતંકીઓ સામે મોટી સફળતા મળી છે. શ્રીનગર પોલિસે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર અને ટીઆરએફના 2 સ્થાનિક આતંકીઓની ધરપકડ કરી છે. પોલિસે આ લોકો પાસે 15 પિસ્તોલ, 30 મેગેઝીન, 300 રાઉન્ડ કારતૂસ, 1 સાયલેન્સર જપ્ત કર્યા છે. આ ઉપરાંત આ લોકો પાસે ઘણી વાંધાજનક સામગ્રી, હથિયાર, દારુગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. કાશ્મીરના આઈજીપીએ જણાવ્યુ કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આ પોલિસ માટે એક મોટી સફળતા છે.













Click it and Unblock the Notifications
