For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શ્રીપ્રકાશ જયસ્વાલે મહિલાઓ અંગે અણછાજતી ટિપ્પણી અંગે માફી માંગી

|
Google Oneindia Gujarati News

sriprakash jaiswal
નવી દિલ્હી, 3 ઑક્ટોબર : કેન્દ્રીય કોલસા પ્રધાનની મહિલાઓ અંગેની ટિપ્પણી કે મહિલા જૂની થઇ જાય પછી તેમાં જોઇએ એવી મજા નથી આવતી અંગે થયેલા ભારે ઉહાપોહ અને વિરોધને પગલે શ્રીપ્રકાશ જયસ્વાલે મંગળવારે રાત્રે જ માફી માંગી લીધી હતી.

તેમણે આ અંગેનો દોષ મીડિયાને આપતા જણાવ્યું કે તેમનો મતલબ કોઇની મજાક ઉડાવવાનો ન હતો. તેમણે જે પણ કહ્યું તે મજાકિયા અંદાજમાં કહ્યું હતું. આનાથી જો કોઇની લાગણી દુભાઇ હોય તો તેઓ માફી માંગે છે. તેમની વાતને ખોટા અર્થઘટન સાથે રજૂકરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તેમણે કાનપુરમાં એક કવિ સંમેલન કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે 'જીત અને સ્ત્રી જ્યાં સુધી નવી રહે, ત્યાં સુધી મજા રહે છે. જેમ પત્ની જ્યારે જુની થઈ જા તો મજા જતી રહે છે, તેમ જીત જુની થતાં થાય છે.'

તેમના નિવેદન બાદ મહિલા આયોગ, ભાજપા નેતા સ્મૃતિ ઇરાની અને અન્ય મહિલા સંગઠનોએ મોરચો ખોલ્યો હતો. અનેક લોકોએ તેમના પૂતળાં બાળ્યાં હતા અને તેમના ફોટા પર મેશ લગાવી હતી.

English summary
Union coal minister Sriprakash Jaiswal on Tuesday apologized for the derogatory comments against women.He said that if woman gets older, the taste gets faint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X