મોદીની રેલીમાં જનતાની રેલમછેલ, રાહુલનું મેદાન ખાલીખમ
પટના, 27 ઓક્ટોબર: પટનાના ગાંધી મેદાનમાં રવિવારે પ્રસ્તાવિત ભારતીય જનતા પાર્ટી (ભાજપ) 'હુંકાર રેલી'ને લઇને આખું પટના નરેન્દ્ર મોદીના પોસ્ટરોથી છવાઇ ગયું છે. રાજધાનીના દરેક ખૂણે ખૂણે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના મોટા મોટા બેનરો અને પોસ્ટરો લાગેલા છે.
રસ્તાના કિનારે અને રસ્તાઓ પર આ બેનરો અને પોસ્ટરોના માધ્યમથી રેલીમાં પધારવા માટે નિવેદન કરવામાં આવી રહ્યું છે તો કેટલાક બેનરો દ્વારા સ્વાગત કરવામં અવી રહ્યું છે, ત્યારે બીજી આજે દિલ્હીમાં રાહુલ ગાંધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ લોકોની ભીડ જોવા મળી રહી નથી. કોંગ્રેસ દ્વારા આશા સેવવવામાં આવી રહી છે કે 50 હજારથી વધુ લોકો હાજર રહેશે.
બિહારમાં સત્તારૂઢ જનતા દળ (યૂનાઇટેડ)થી 17 વર્ષ જુનો સંબંધ તોડ્યા બાદ ભાજપે પોતાની શક્તિનો અહેસાસ કરાવવા માટે પહેલી વાર કોઇ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રેલીને સફળ બનાવવા માટે ભાજપના નેતા અને કાર્યકર્તા તનતોડ મહેનત કરી રહ્યાં છે.
રાજધાની પટનાના મુખ્ય માર્ગો પર 400થી વધુ તોરણ દ્વારા બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ રસ્તના કિનારે ભગવા કલરના ધ્વજથી આખુ શહેર શણગારવવામાં આવ્યું છે. કેટલાક સ્થળો પર નરેન્દ્ર મોદીના મોટા મોટા કટઆઉટ લગાવવામાં આવ્યા છે તો કેટલાક સ્થળો પર ભાજપના ચૂંટણી ચિહ્ન કમળને લગાવવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન એક વાગે પટના પહોંચશે
નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન દ્રારા એક વાગે અમદાવાદથી પટના હવાઇમથક પર ઉતરશે. હવાઇમથક પર પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા તેમના સ્વાગત માટે હાજર રહેશે. ત્યાં ભાજપના નેતાઓની સાથે નરેન્દ્ર મોદી ગાંધી મેદાન રેલી સ્થળ પર આવશે. લગભગ બે કલાક સુધી સભા સ્થળ પર રહ્યાં બાદ તે વિશેષ વિમાન દ્વારા અમદાવદ પરત ફરશે.

અડવાણીની ગેરહાજરી
નરેન્દ્ર મોદીના ભાષણનો ટોન કોંગ્રેસ અને જેડીયૂ વિરૂદ્ધ હશે. પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને સુષમા સ્વરાજની ગેરહાજરીમાં આયોજિત આ રેલીમાં ભાગ લેવા માટે શનિવારે મોડી રાત્રે પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલી પટના પહોંચી ગયા છે.

નિતિશ કુમારનો અહંકાર તૂટી જશે
ભાજપના સીનિયર નેતા રાજીવ પ્રતાપ રૂડી કહે છે કે હુંકાર રેલીના માધ્યમથી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો અહંકાર તૂટી જશે તેમને કહ્યું હતું કે પટના જ નહી આખુ બિહાર મોદીમય બની ગયું છે. તેમને કહ્યું હતું કે રવિવારે પટનામાં લોકોનું પૂર ઉમટી પડ્યું છે.

રેલી માટે રોડ શો
અત્રે ઉલ્લેખનીય છે કે હુંકાર રેલીને સફળ બનાવવા માટે ગત એક મહિનાથી ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશ સ્તરીય નેતા આખા રાજ્યનો પ્રવાસ કરી રહ્યાં છે. સાથે જ ભાજપના નેતા રોડ શોના માધ્યમથી લોકોને રેલીમાં પધારવાનું આમંત્રણ આપી રહ્યાં છે.

મોબાઇલ પર મોદીને સાંભળી શકાશે
નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં તેમના ભાષણને લોકો મોબાઇલ ફોન પર સાંભળી શકશે. ભાજપની હુંકાર રેલીમાં નરેન્દ્ર મોદીના ભાષણને લોકો ફોન દ્વારા 022-45014501 નંબર ડાયલ કરીને સાંભળી શકશે.

11 રેલગાડીઓ અને 3 હજારથી વધુ બસ બુક કરાઇ
ભાજપના બિહાર એકમના અધ્યક્ષ મંગલ પાંડેએ કહ્યું હતું કે હુંકાર રેલીમાં સામેલ થવા માટે રાજ્યની રાજધાની આવનાર લોકો માટે 11 રેલગાડીઓ બુક કરાવવામાં આવી છે. તેમને જણાવ્યું હતું કે આ ઉપરાંત રાજ્યના વિભિન્ન વિસ્તારોના લોકોને લાવવા માટે 3 હજારથી વધુ બસો બુક કરવામાં આવી છે.

બિહાર બન્યું મોદીમય
નરેન્દ્ર મોદીની હુંકાર રેલીમાં જનતા ગાંડીતૂર બની જતાં હજારોની સંખ્યામાં નરેન્દ્ર મોદીને સાંભળવા માટે ઉમટી પડ્યા છે.












Click it and Unblock the Notifications
