For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીની સેમીફાઇનલમાં રાહુલની હાર મોદીની જીત?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 8 ડિસેમ્બર: વિધાનસભા ચૂંટણીને ગણતરી શરૂ થઇ ગઇ છે... જે ટ્રેંડ સામે આવી રહ્યો છે તેમાં સંપૂર્ણ રીતે કોંગ્રેસનો સફાયો થયો જોવા મળી રહ્યો છે ત્યારબાદ ટ્વિટર અને ફેસબુક પર લોકોની પ્રતિક્રિયાઓનું પૂર આવી ગયું છે. લોકોનું કહેવું છે કે જે કોંગ્રેસ સાથે થઇ રહ્યું છે તે તેના જ લાયક છે. આ તો લોકસભાની સેમીફાઇનલ છે જેમાં રાહુલ ગાંધી સંપૂર્ણ રીતે હારી ગયા છે અને નરેન્દ્ર મોદી જીત ગયા ત્યારબાદ લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની તાજપોશી નક્કી છે.

આ પ્રકારની ટ્વિટ લોકો ધડાધડ કરી રહ્યાં છે. લોકોએ કોંગ્રેસની હારનું મુખ્ય કારણ મોંધવારી અને રાહુલ ગાંધીને ગણાવ્યા છે. જો કે મતગણતરી ચાલુ છે અને આગામી બે કલાકમાં તસવીર સ્પષ્ટ થઇ જશે.

તમને જણાવી દઇએ કે અત્યાર સુધી મળી રહેલા ટ્રેંડમાં મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સૌથી મોટી પાર્ટી બની ઉભરતી જોવા મળી રહી છે. 78 સીટોની શરૂઆતના ટ્રેંડમાં ભાજપને 61 સીટો પર બઢત મળતી જોવા મળી રહી છે.

rahul-gandhi-narendra-modi

મધ્ય પ્રદેશના ચૂંટણી કમિશ્નર જયદીપ ગોંવિંદે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ભાજપને શરૂઆતના ટ્રેંડમાં 78માંથી 61 સીટો પર બઢત મળતી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 15 પર અને અન્ય પક્ષોને 2 પર બઢત મળતી જોવા મળી રહી છે.

રાજ્યના 230 વિધાનસભા ક્ષેત્રો માટે 51 જિલ્લાઓમાં સવાએ આઠ વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. શરૂઆત પોસ્ટલ મતપત્રોથી કરવામાં આવી હતી. અહીં 25 નવેમ્બરના રોજ મતદાન થયું હતું.

તો બીજી તરફ છત્તીસગઢમાં રવિવારે શરૂ થયેલી મતગણતરીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. અધિકારી ગત મહિને સંપન્ન થયેલા મતદાનના લાખો મતોની ગણતરી પુરી કરી ચૂક્યા છે. મતગણતરીની શરૂઆતના પરિણામો અનુસાર 90 માંથી 78 સીટોમાં સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંને જ 41-47 થી આગળ પાછળ ચાલી રહી છે. ભાજપના એક બાગી ઉમેદવાર અને બહુજન સમાજ પાર્ટીના એક ઉમેદવાર એક-એક સીટ પર બઢત મેળવી ચૂક્યાં છે.

English summary
Narendra Modi Hero, Rahul Gandhi Zero said People on Twitter because After one and half hour counting of votes on Sunday, Dec 8, BJP has already got the majority thrashing Congress to a corner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X