For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિજય સુવાળા : 'ભાજપની ફોજમાં રહેવું', વિજય સુવાળા આપ કેમ છોડી?

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હાથે ભગવો ખેસ પહેરીને ભાજપમાં જોડાઈ ગયા છે.વિજય સુવાળાએ માત્ર ચાર મહિનામાં આમ આદમી પાર્ટી છોડી દીધી છે. વિજય સુવાળા છેલ્લા કેટલાક સમય

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વિજય સુવાળા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હાથે ભગવો ખેસ પહેરીને ભાજપમાં જોડાઈ ગયા છે.

વિજય સુવાળાએ માત્ર ચાર મહિનામાં આમ આદમી પાર્ટી છોડી દીધી છે. વિજય સુવાળા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીમાં નિષ્ક્રિય થઈ ગયાના સ્થામિક મીડિયાના અહેવાલો હતા.

વિજય સુવાળા

આમ આમદી પાર્ટી કેમ છોડી અને ભાજપમાં કેમ સામેલ થયાં એ અંગે વાત કરતાં વિજય સુવાળાએ એક સ્થાનિક ટીવી ચેનલને જણાવ્યું :

"મારા અંગત મિત્રોથી પ્રેરાઈને આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો. કદાચ મારી ઉંમર નાની છે એટલે એમ સમજો કે રાતનો ભૂલો પડેલો દિવસે ઘરે આવ્યો છું."

જોકે, આમ આદમી પાર્ટી સાથે જોડાવાના નિર્ણયને પણ તેમણે સભાનતાપૂર્વકનો ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું, "મેં જે સમયે જે નિર્ણય લીધો હતો તે સમયે તે યોગ્ય જ હતો. મેં ભૂતકાળમાં જે નિર્ણય લીધો તે સભાનતામાં જ લીધો હતો."

પોતાની સાથે 5000 જેટલા કાર્યકર્તાઓ, સમર્થકો હોવાનો દાવો કરતાં વિજય સુવાળાએ કહ્યું હતું, "મેં રાજીનામાનો નિર્ણય લીધો ત્યારે 2000 કાર્યકર્તાઓ મને કહ્યું હતું કે ભુવાજી, અમે પણ તમારી સાથે જ રાજીનામું આપીએ છીએ."

"જોકે મેં તેમને કહ્યું હતું કે હું રાજીનામું આપું તેથી તમારે રાજીનામું આપવું એવું જરૂરી નથી. પરંતુ તેઓ મારા ચાહક, મિત્રો છે એટલે મારી જોડે જ રહેશે. ઉપરાંત અમારૂં 2000 યુવાનોનું ગ્રૂપ છે."

"કોરોનાની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને 150 કરતાં વધુ સમર્થકોને સાથે લઈને ભાજપમાં જોડાવા માટે જઈ શકતો નથી, નહીં તો આજે મોટું શક્તિપ્રદર્શન પણ થઈ જાત."

તમેણે ઉમેર્યું હતું, "મારી સાથે લોકસેવકો અને કાર્યકર્તાઓ વગેરે બધા થઈને પાંચ હજાર લોકો છે."


'ભાજપની ફોજમાં રહેવું'

https://www.youtube.com/watch?v=7qlR0LoHQMo

લોકગાયક વિજય સુવાળા ગત વર્ષે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જોકે, એ પહેલાં તેઓ 'મોજમાં રહેવું અને ભાજપની ફોજમાં રહેવું' ગીત ગાઈ ચૂક્યા હતા.

આપમાં જોડાતી વખતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સુવાળાએ કહ્યું હતું, "લોકોનું જાગૃત રહેવું જરૂરી છે. હું એવું સમજું છું કે ગુજરાતમાં પણ લોકો જાગૃત થયા છે. યુવાવર્ગ આમ આદમી પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યો છે."

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની અને સુરતમાં આમ આદમી પાર્ટીના કૉર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હોવાથી તેઓ આપ તરફ આકર્ષાયા હોવાનું પણ જણાવ્યું હતું.

મીડિયા અહેવાલો અનુસાર, લોકગાયક અને ભુવાજી તરીકે જાણીતા વિજય સુવાળાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામાની જાહેરાત કરતાંની સાથે જ આપ નેતાઓ તેમને મનાવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. જોકે, તેઓ સફળ થઈ શક્યા નહોતા.

ભાજપપ્રવેશ વખતે વિજય સુવાળાએ કહ્યું હતું કે "મારી ત્રણ પેઢીથી અમે ભાજપની વિચારણા સાથે જોડાયેલા છીએ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હું ફેન છે."

અહીં એ વાત પણ નોંધવી રહી કે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે આપના નેતા ઈસુદાન ગઢવીને મિત્ર અને મોટા ભાઈ ગણાવનારા સુવાળાએ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલને પિતા સમાન ગણાવ્યા છે.


https://www.youtube.com/watch?v=sZJZDVJyivo

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
'Stay in BJP's army', why did you leave Vijay Suwala?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X