For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલ બિહારી સ્વતંત્ર ભારતના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન: અડવાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 મે: લગભગ એક દાયકાથી પોતે વડાપ્રધાન બને તેની રાહ જોઇ રહેલા ભાજપના વયોવૃદ્ધ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ ફરી એકવાર મનમોહન સિંહને સૌથી નબળા વડાપ્રધાન ગણાવ્યા છે. તેમને કહ્યું હતું કે પોતાના નબળા વ્યક્તિત્વના કારણે જ તે વડાપ્રધાન કાર્યાલયની શક્તિઓનો સદઉપયોગ કરી શક્યાં નથી. આ કારણે જ ભલે ઇમાનદાર રહ્યાં હોય પરંતુ ઇતિહાસમાં જ્યારે તેમના કાર્યકાળની સમીક્ષા કરવામાં આવશે તો તેને દેશનો સૌથી ભ્રષ્ટ શાસનકાળ કહેવામાં આવશે.

આ સાથે જ અડવાણીએ પૂર્વ વડાપ્રધાન અટલબિહાર બાજપેયને ભારતના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આટલા મોટા પદે હોવાછતાં તેમનામાં અશિષ્ટતા કે ધમંડ ન હતો. લાલકૃષ્ણ અડવાણીના અનુસાર મનમોહન સિંહ કોઇપણ લોકસભાની ચૂંટણી જીત્યા વિના કોંગ્રેસના શાસનમાં લગભગ એક દાયકા સુધી વડાપ્રધાન રહ્યાં જેમને દેશની સૌથી મોટી ભ્રષ્ટ સરકાર ચલાવી.

l-k-advani

પોતાના જુના વક્તવ્યનો ઉલ્લેખ કરતાં લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું હતું કે મેં જ્યારે 2009માં દેશના સૌથી નબળા વડાપ્રધાન કહ્યાં હતા તો લોકોએ તેના પર આપત્તિ વ્યક્ત કરી હતી પરંતુ હવે મીડિયા અને નિયંત્રક અને મહાલેખા પરીક્ષકોની આ રિપોર્ટથી પણ સાબિત થઇ ગયું છે કે તે પ્રભાવશાળી નથી. તેમને જવાહર લાલ નહેરૂ અને ઇન્દિરા ગાંધીના વડાપ્રધાનકાળની નિંદા કરી અને કહ્યું હતું કે નહેરૂના શાસનકાળ દરમિયાનમાં દેશને ચીન સામે હારનું અપમાન સહન કરવું પડ્યું હતું તો ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી લગાવીને લોકતાંત્રિક મૂલ્યોનું હનન કર્યું હતું. લાલકૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગ પર પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઇની પ્રશંસા કરી છે.

English summary
BJP leader L K Advani on May 2 attacked Manmohan Singh, saying he had no qualms about calling him India's "weakest" Prime Minister ever.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X