સુરતમાં કેજરીવાલના રોડ શો પર પથ્થરમારો, AAP એ બીજેપી પર ગંભીર આરોપ લગાવ્યા.

સુરતમાં આમ આદમી પાર્ટીની રેલી પર પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત રેલીમાં આઓ પથ્થરમારાની ઘટના સામે આવી છે.

સુરત : સુરતમાં આમ આદમી પાર્ટીની રેલી પર પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. મળતી વિગતો અનુસાર, અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત રેલીમાં આઓ પથ્થરમારાની ઘટના સામે આવી છે. હાલ પોલીસે ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ આ મામલે બીજેપી ગંભીર આરોપો લગાવ્યો છે.

arvind kejriwal

ઘટના પર નજર કરીએ તો, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રેલી યોજી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ પથ્થરો ફેંક્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીએ ફરિયાદ પણ નોંધાવી છે. પાર્ટી તરફથી ફરિયાદ નોંધાવતા કહેવામાં આવ્યુ છે કે, રોડ શો દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો પર પથ્થરમારો થયો હતો. રોડ શો શહેરમાં રોડની એક લેન ક્રોસ કરી રહ્યો હતો ત્યારે ચૂંટણી રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પથ્થરમારાની ઘટનાને લઈને રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ બીજેપી પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાતમાં ચૂંટણી રેલીઓ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ અરવિંદ કેજરીવાલ પર પથ્થરમારો કરી રહ્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, પથ્થર ભાજપના ગુંડાઓએ ફેંક્યો હતો. કથીરિયાએ કહ્યું કે લોકો કેજરીવાલ પર ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે ભાજપ તેમના પર પથ્થર ફેંકવાનું કામ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X