Stone pelting on Vande Bharat : તેલંગાણામાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, બારીના કાચ તુટ્યા

Vande Bharat : તેલંગાણાના મહબૂબાબાદમાં અસામાજિક તત્વો દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. રેલવે અધિકારીઓ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

Stone pelting on Vande Bharat : તેલંગાણાના મહેબુબાબાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થમારાની ઘટના સામે આવી છે. ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો પર પથ્થર ફેંકવાને કારણે બારીના કાચ તૂટી ગયા હતા. આ મામલે દક્ષિણ મધ્ય રેલવે દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

Vande Bharat

સીપીઆરઓ તરફ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, પથ્થરમારામાં ટ્રેનના કાચ ક્ષતિગ્રસ્ત થવાના સમાચાર બાદ રેલવે પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર શુક્રવારના રોજ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના તેલંગાણાના મહેબુબાબાદમાં બની હતી. ઉલ્લેખનીય છે કે, પથ્થરમારાના કારણે ટ્રેનને નુકસાન થયું છે. જોકે, નુકસાનનું આકલન કરવાનું બાકી છે. બનાવ સંદર્ભે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે. દક્ષિણ મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રેન વિશાખાપટ્ટનમ પહોંચ્યા પછી નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે.

ઘટના અંગે દક્ષિણ મધ્ય રેલવેના CPRO, રાકેશે જણાવ્યું હતું કે, અમે આ સંદર્ભે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ. ટ્રેનના વિશાખાપટ્ટનમ પહોંચ્યા બાદ રેલવે પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રેનની સ્થિતિ અને પાટિયાનું મૂલ્યાંકન કરવામાં આવશે. જાન્યુઆરીની શરૂઆતમાં, વંદે ભારત એક્સપ્રેસના લોન્ચિંગ પહેલા, આવી જ એક ઘટના સામે આવી હતી, જ્યારે વિશાખાપટ્ટનમમાં રેલવે યાર્ડમાં અજાણ્યા લોકોએ ટ્રેનના કોચ પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ટ્રેનના કાચ તૂટી ગયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X