Pulwama Attack: હુમલાની ઉજવણી કરનાર વિદ્યાર્થીને 5 વર્ષની જેલ, 25 હાજર દંડ
2019માં ફેસબુક પર પુલવામા આતંકી હુમલાની ઉજવણી કરવા બદલ એક વિશેષ અદાલતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે તેને 25 હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને સ્પેશિયલ ક
2019માં ફેસબુક પર પુલવામા આતંકી હુમલાની ઉજવણી કરવા બદલ એક વિશેષ અદાલતે એન્જિનિયરિંગના વિદ્યાર્થીને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે તેને 25 હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અને સ્પેશિયલ કોર્ટ ફોર અનલોફુલ એક્ટિવિટીઝ એક્ટ (UAPA) કેસના જજ સીએમ ગંગાધરાએ કહ્યું કે જો દોષિત દ્વારા 25,000 રૂપિયાનો દંડ ચૂકવવામાં નહીં આવે તો તેની સજા વધુ 6 મહિના માટે લંબાવવામાં આવશે. સ્પેશિયલ કોર્ટે જે વ્યક્તિને દોષી ઠેરવ્યો છે તેની ઓળખ બેંગલુરુના કાચરકાનાહલ્લીના રહેવાસી ફૈઝ રશીદ તરીકે થઈ છે.

2019માં થયો હતો હુમલો
14 ફેબ્રુઆરી, 2019 ના રોજ, જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા એક આત્મઘાતી બોમ્બરે તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનને CRPFના કાફલા સાથે ટક્કર મારી હતી. જેના કારણે પુલવામાના લેથાપોરામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ હુમલાના ત્રણ દિવસ બાદ ફેઝ રશીદને બેંગ્લોર પોલીસે ફેસબુક પર ઉજવણી કરવા બદલ ધરપકડ કરી હતી. રાશિદ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો વિદ્યાર્થી છે. જ્યારથી તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તેને બેંગ્લોરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે.
આ કેસમાં સુનાવણી કરતા સ્પેશિયલ કોર્ટના જજે સારા આચરણ પર મુક્ત કરવાની માંગને ફગાવી દીધી હતી. ન્યાયાધીશે કહ્યું કે આરોપી કોઈ અભણ કે સામાન્ય વ્યક્તિ નથી. ગુનો નોંધાયો તે સમયે તે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને તેણે જાણી જોઈને તેના ફેસબુક એકાઉન્ટ પર આવી પોસ્ટ કરી હતી. તેમણે પ્રસંગની ઉજવણી કરી અને ખુશી વ્યક્ત કરી. આવી સ્થિતિમાં આરોપી દ્વારા કરવામાં આવેલો ગુનો આ દેશ વિરુદ્ધ છે. આવા ગુનાઓને જઘન્ય અપરાધો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
