For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદાન વચ્ચે સુબ્રમણ્યમ સ્વામીએ વધારી ભાજપની ચિંતા, ઝાડુને મળી રહ્યા છે બંપર વોટ

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી માટે થઈ રહેલ મતદાન વચ્ચે ભાજપની મુશ્કેલીઓ વધારનારુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ઘણીવાર પોતાના નિવેદનોના કારણે છવાયેલા રહેતા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્લીમાં વિધાનસભા ચૂંટણી માટે થઈ રહેલ મતદાન વચ્ચે ભાજપની મુશ્કેલીઓ વધારનારુ નિવેદન આપ્યુ છે. સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્લીમાં આમ આદમી પાર્ટીના પક્ષમાં બંપર મતદાન થવાનો દાવો કર્યો છે. સ્વામીએ ટ્વિટ કરીને લખ્યુ કે ઝાડુને મારા વોટ વિના પણ પૂરતા વોટ મળી રહ્યા છે. વળી, તેમણે સરકાર તરફથી આવેલા બજેટ પર પણ સવાલ ઉઠાવ્યા છે.

આપને મળી રહ્યા છે બંપર વોટ, મારી જરૂર નથીઃ સ્વામી

આપને મળી રહ્યા છે બંપર વોટ, મારી જરૂર નથીઃ સ્વામી

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાનો મત આપતા પહેલા ટ્વિટ કરીન કહ્યુ કે હું આજે પોતાના નિજામુદ્દીન સ્થિત ઘરવાળા મતદાન કેન્દ્ર પર મત આપીશ. સ્વામીના ટ્વિટ પર એક યુઝર અમનપ્રીત સિંહ ઉપ્પલે ભાજપ સાંસદને આપના પક્ષમાં મત આપવાની અપીલ કરી. આના જવાબમાં સ્વામીએ ફરીથી ટ્વિટ કર્યુ અને લખ્યુ કે ઝાડુને મારા વિના પર પૂરતો મત મળી રહ્યા છે. બજેટ ગુગલી બાદ મારે વિશેષ રીતે પોતાના ભાજપ કાર્યકર્તાઓ સાથે ઉભુ રહેવુ પડશે.

ટ્વિટ દ્વારા સાધ્યુ નાણામંત્રી પર નિશાન

તેમની આ ટિપ્પણી નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન તરીકે જોવામાં આવી રહી છે. તે બજેટથી સતત નાખુશ દેખાઈ રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ થોડા દિવસ પહેલા જ એક નિવેદન આપીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યુ હતુ કે હું તો કહુ છુ કે આપણી નોટ પર પણ લક્ષ્મીનુ ચિત્ર હોવુ જોઈએ। ગણપતિ વિઘ્નહર્તા છે, પરંતુ દેશની કરન્સીને સુધારવા માટે લક્ષ્મીનુ ચિત્ર લગાવી શકાય છે અને કોઈને તેમાં ખોટુ ના લાગવુ જોઈએ.

આપને વાપસીની આશા

આપને વાપસીની આશા

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાનીવાલી આમ આદમી પાર્ટી (આપ) સતત બીજા કાર્યકાળ માટે સત્તા જાળવી રાખવાની આશા કરી રહી છે. આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ લઈને ભાજપ બહુમત મેળવવાની આશા રાખી રહી છે. વર્ષ 2015માં 70માંથી 67 સીટો પર જીત મેળવાર આમ આદમી પાર્ટીને ટક્કર આપવી ભાજપ માટે મોટુ લક્ષ્ય છે. અહીં ભાજપને 3 સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને એક પણ સીટ પર જીત મળી નહોતી.

આ પણ વાંચોઃ VIDEO: AAP કાર્યકર્તાએ અલકા લાંબાને એવુ શું કહ્યુ, જેનાથી થપ્પડ સુધી વાત પહોંચીઆ પણ વાંચોઃ VIDEO: AAP કાર્યકર્તાએ અલકા લાંબાને એવુ શું કહ્યુ, જેનાથી થપ્પડ સુધી વાત પહોંચી

English summary
Subramanian Swamy says Jhadu getting enough vote without my vote
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X