મોત પહેલા માત્ર સિગારેટ અને નારિયેળ પાણી પી રહ્યાં હતા સુનંદા પુષ્કર
નવી દિલ્હી, 19 જાન્યુઆરીઃ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા થરૂરનો મૃતદેહ શુક્રવારે સાંજે સંદિગ્ધ અવસ્થામાં દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલ ‘લીલા'ના રૂમ નંદર 345માંથી મળ્યો હતો. ગઇ કાલે શનિવારે સુનંદાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. હજુ તેમની ચિતાની આગ ઠંડી પણ નથી પડી ત્યાં મોત પહેલા થરૂર પરિવારમાં તણાવ અને ઝઘડાની વાતો બહાર આવી રહી છે. શશિ થરૂરને ત્યાં કામ કરનાર નારાયણે પૂછપરછમાં પોલીસે જણાવ્યું છે કે સુનંદાના મોતથી એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે રાત્રે શશિ થરૂર એ હોટલના સુઇટમાં સોફા પર જ ઉંઘી ગયા હતા, જ્યાં સુનંદા એરપોર્ટથી આવ્યા બાદ રોકાયા હતા.

ખાસ વાત એ છે કે આ ઝડપના સાક્ષી કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારી પણ હતા, જે મુંબઇથી આ જ વિમાનમાં સફર કરી રહ્યાં હતા. એટલું જ નહીં, બન્ને વચ્ચે ઝઘડો દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી પણ નહોતો બંધ થયો અને બન્ને વચ્ચે બોલાચાલી થતી રહી. થરૂરના ઝઘડાનું કારણ હજું પણ એક રહસ્ય બનેલું છે.












Click it and Unblock the Notifications
