સુનંદા પુષ્કરની પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવાનું હતું દબાણ: ડો. ગુપ્તા

નવી દિલ્હી, 2 જુલાઇ: પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મૃત્યુના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એઇમ્સના ફોરેંસિક ડિપાર્ટમેન્ટના હેડે આ કેસમાં આ પ્રકારનો દાવો કરીને સનસની ફેલાવી દીધી છે. ફોરેંસિક હેડનું કહેવું છે કે તેમની ઉપર સુનંદા પુષ્કરની મોતના મામલામાં ખોટો રિપોર્ટ બનાવવાનું દબાણ કરવામાં આવ્યું હતું.

એઇમ્સના ફોરેંસિક વિભાગના પ્રમુખ સુધીર ગુપ્તાએ સ્વાસ્થ્ય મંત્રાલયને ફરિયાદ કરી છે કે 'સુનંદા પુષ્કરના મૃત્યુને સામાન્ય બતાવવા માટે તેમની પર દબાણ બનાવવામાં આવ્યું હતું. સુધીર ગુપ્તાએ જણાવ્યું તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદના પ્રભાવના કારણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બરાબર આપી શક્યા નહીં.'

સુનંદા પુષ્કરનો જન્મ 1 જાન્યુઆરી 1962માં થયો હતો. તે મૂળ કાશ્મીરના સોપોરની રહેનારી હતી. તેમના પિતા પીએન દાસ ભારતીય સેનામાં વરિષ્ઠ અધિકારી હતા. સુનંદાએ શ્રીનગરના ગવર્નમેન્ટ કોલેજ ફોર વિમેનથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. સુનંદા પુષ્કરનું નામ સૌથી પહેલા એપ્રીલ 2010માં ઇન્ડિયન પ્રીમિયર લીગની કોચ્ચિ ટીમની ખરીદારી સાથે જોડાયેલા એક વિવાદમાં સામે આવ્યું હતું. આ ટીમની ખરીદીમાં શશિ થરૂરની ભૂમિકાને લઇને સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. આ મામલો એટલો આગળ વધ્યો હતો કે શશિ થરૂરે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું, પરંતુ થોડા સમય બાદ જ તેમને મંત્રી મંડળમાં સામેલ કરી લેવામાં આવ્યા.

શું હતી સમગ્ર ઘટના જાણો વિસ્તારથી...

શું હતો મામલો

શું હતો મામલો

17 જાન્યુઆરીના રોજ દક્ષિણી દિલ્હીના એક ફાઇવસ્ટાર હોટલમાં 52 વર્ષની સુનંદાનો મૃતદેહ રહસ્યમય રીતે મળી આવ્યો હતો. રાત્રે 8 વાગ્યે જ્યારે શશિ થરૂર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટિની મિટિંગ બાદ હોટેલ પાછા ફર્યા હતા. ત્યારે તેમને સુનંદાની ડેડ બોડી અંગે જાણ થઇ.

પાકિસ્તાની મહિલા પત્રકાર મેહર તરારનું પણ નામ

પાકિસ્તાની મહિલા પત્રકાર મેહર તરારનું પણ નામ

આ મામલામાં પાકિસ્તાની મહિલા પત્રકાર મેહર તરારનું પણ નામ સામે આવી રહી છે. સુનંદાના મૃત્યું પહેલા ટ્વિટર પર સુનંદા અને પાકિસ્તાની પત્રકાર મહર તરારની વચ્ચે તકરાર પણ થઇ હતી. શશિ અને મહેરની વચ્ચે કથિત સંબંધને લઇને બંનેની વચ્ચે આ સ્થિતિ પેદા થઇ હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ પહેલા સુનંદાના શરીર પર ઘણા બધા વાગ્યાના નિશાન જોવા મળ્યા હતા. તેમની ડાભી હથેળી પર દાંત દ્વારા કરડાયેલ નિશાન પણ હતું. બાદમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઝેર ખાવાથી સુનંદા પુષ્કરના મોતની ખરાઇ કરવામાં આવી હતી.

સુનંદા પુષ્કર વિશે થોડુંક...

સુનંદા પુષ્કર વિશે થોડુંક...

સુનંદા પુષ્કરનો જન્મ 1 જાન્યુઆરી 1962માં થયો હતો. તે મૂળ કાશ્મીરના સોપોરની રહેનારી હતી. તેમના પિતા પીએન દાસ ભારતીય સેનામાં વરિષ્ઠ અધિકારી હતા. સુનંદાએ શ્રીનગરના ગવર્નમેન્ટ કોલેજ ફોર વિમેનથી સ્નાતકનો અભ્યાસ કર્યો હતો. સુનંદા પુષ્કરનું નામ સૌથી પહેલા એપ્રીલ 2010માં ઇન્ડિયન પ્રીમિયર લીગની કોચ્ચિ ટીમની ખરીદારી સાથે જોડાયેલા એક વિવાદમાં સામે આવ્યું હતું. આ ટીમની ખરીદીમાં શશિ થરૂરની ભૂમિકાને લઇને સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. આ મામલો એટલો આગળ વધ્યો હતો કે શશિ થરૂરે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું હતું, પરંતુ થોડા સમય બાદ જ તેમને મંત્રી મંડળમાં સામેલ કરી લેવામાં આવ્યા.

કિરણ રીજ્જુ, કેન્દ્રીય મંત્રી

કિરણ રીજ્જુ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું મે રિપોર્ટ જોયો નથી.

ડો. હર્ષ વર્ધન

ડો. સુધીર ગુપ્તાની પ્રમોશન માટેની અપીલ મળી હતી અમને.... રિપોર્ટ મળ્યા બાદ જ ટિપ્પણી કરીશ.

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન

સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન

પ્રશાંત ભૂષણ

ડોક્ટરે જે દાવો કર્યો છે તે સત્ય છે કે નહીં તેની સરકારે તપાસ કરવી જોઇએ.

શશિ થરૂરનો નન્નો

શશિ થરૂરે આ અંગે કોઇ પણ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X