આખરે સુનંદાના શરીરમાં ઝેર આવ્યું ક્યાંથી? થશે તપાસ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 21 જાન્યુઆરી: કેન્દ્રીય મંત્રી શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું મોત ઝેરના કારણે થયું હોવાનું બહાર આવતા રહસ્ય વધું ઘેરાયું છે. પુષ્કરના મોતની તપાસ કરી રહેલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પોતાના રિપોર્ટમાં આ જણાવ્યું છે. આ રિપોર્ટ મંગળવારે જારી કરવામાં આવી.

જોકે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સુનંદાનું મોત દવાઓના ઓવરડોજના કારણે થયું હતું, પરંતુ એસડીએમ આલોક શર્માએ પોતાના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરતા દિલ્હી પોલીસને તપાસ કરવા જણાવ્યું છે કે સુનંદાના શરીરમાં ઝેર કેવી રીતે પહોંચ્યું.

sunanda pushkar
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્યમંત્રી શશી થરૂરની પત્ની સુનંદા પુષ્કરનું ગયા શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક હોટલમાં રહસ્યમય સંજોગોમાં મોત થઇ ગયું હતું.

સુનંદા હોટલના રૂમમાં મૃત હાલતમાં મળી આવી હતી. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે રિપોર્ટ ઉપ મંડલાધિકારી આલોક શર્માને સોંપી દેવામાં આવી છે. આ રિપોર્ટથી તમામ હકિકત સામે આવી જશે. આ પહેલા શનિવારે કરવામાં આવેલા પ્રાથમિક પરિક્ષણ બાદ તબીબોએ 'અપ્રાકૃતિક અને અચાનક મોત' થવાના સંકેત આપ્યા હતા. ડોક્ટરોએ પ્રયોગશાળાના પરીક્ષણ દ્વારા મૃત્યુનું સાચા કારણને બહાર લાવવા માટે જૈવિક નમૂનાઓ લઇ લીધા હતા.

English summary
Sunanda Pushkar, the wife of minister Shashi Tharoor, died of poisoning, says a report of the SDM probing her death.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.