For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુનીલ અરોડાને બનાવવામાં આવ્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર, 2 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે

સુનીલ અરોડાને બનાવવામાં આવ્યા નવા મુખ્ય ચૂંટણી કમિશનર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સુનીલ અરોડાને મુખ્ય ચૂંટણી કમિશનરના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૂત્રો મુજબ સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુનીલ અરોડાને દેશના મુખ્ય ચૂંટણી કમિશનરના રૂપમાં નિયુક્ત કર્યા છે. સુનીલ અરોડા 2 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળતા ઓપી રાવતની જગ્યા લેશે. જણાવી દઈએ કે 11 ડિસેમ્બરે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ પર સુનીલ અરોડા નજર રાખશે.

sunil aroda

પૂર્વ આઈએએસ અધિકારી 62 વર્ષીય સુનીલ અરોડાને 31 ઓગસ્ટ 2017ના રોજ નવા ચૂંટણી આયોગ બનાવવામાં આવ્યા હતા. જુલાઈ 2017માં નસીમ જૈદીની મુખ્ય ચૂંટણી કમિશનરના પદ પરથી સેવાનિવૃત્તિ થયા બાદ ત્રણ સભ્યો વાળા આોગમાં ચૂંટણી આયોગનું એક પદ ખાલી પડ્યું હતું.

અગાઉ સુનીલ અરોડા સૂચના અને પ્રસારણ મંત્રાલય તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયમાં સચિવના રૂપમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. રાજસ્થાન કેડરના 1980 બેચ આઈએએસ અરોડાએ પાંચ વર્ષ સુધી ભારતીય એરલાયન્સમાં મુખ્ય પ્રબંધક ડિરેક્ટર તરીકે કાર્ય પણ કર્યું છે. જણાવી દઈએ કે સંવિધાન મુજબ ચૂંટણી કમિશનર અથવા મુખ્ય ચૂંટણી કમિશનર 6 વર્ષ સુધી અને 65 વર્ષની ઉંમર સુધી આ પદ પર રહી શકે છે.

આ પણ વાંચો- કેપ્ટન અમરિંદરે પાક આર્મી ચીફને આપી ધમકી, બોલ્યા- 'હમ ભી પંજાબી હૈં'

English summary
Sunil Arora appointed new chief election commissioner, to take charge on December 2
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X