6 મહિનાના અબુ ને જીવવા માટે તાત્કાલિક 2 ઓપન હાર્ટ સર્જરી કરાવવી પડશે
માત્ર 6 મહિના નો જ અબુ બેકર છેલ્લા દોઢ મહિના થી દિલ્હી ની એપોલો હોસ્પિટલ ની અંદર જ પોતાને જન્મ થી જ આવેલા હૃદય રોગ ની સારવાર કરાવી રહ્યો છે.
માત્ર 6 મહિનાનો જ અબુ બેકર છેલ્લા દોઢ મહિના થી દિલ્હી ની એપોલો હોસ્પિટલની અંદર જ પોતાને જન્મથી જ આવેલા હૃદય રોગની સારવાર કરાવી રહ્યો છે. આ ખામી એવી છે કે બાળકના હૃદયમાં અને તેની આસપાસના શિરાને ઠીક ગોઠવવામાં આવે છે અને ત્રણ ઓપન હાર્ટ સર્જરીના સમૂહ દ્વારા તેને વિખેરી નાખવાની અને ફરીથી ગોઠવવાની જરૂર છે. આ બધાની વચ્ચે અબુમાં હાઈ ફીવર અને ન્યુમોનિયા ના લક્ષણ પણ દેખાય હતા. તે ખુબ જ તકલીફમાં છે, તે સરખી રીતે શ્વાસ પણ નથી લઇ શકતો અને દૂધના અમુક ટીપા જયારે તેના મમ્મી ચમચી થી તેના મોઢા પાસે લઇ જાય છે ત્યારે તે પણ નથી પી શકતો.

બીજી 2 સર્જરી માટે પૈસા ઓછા પડી રહ્યા છે
અબુના પિતા કે જે મોરાદાબાદ ની એક નાની પ્રાઇવેટ કંપનીમાં કામ કરી રહ્યા છે તે પોતાની પત્ની સાથે થોડા સમય માટે દિલ્હી શિફ્ટ થઇ ગયા છે પોતાના બાળકની સારવાર માટે. તેના પિતાની આવક માત્ર 10,000 રૂપિયા છે જેના દ્વારા તે પરિવાર ને પૂરતું ખાવાનું અને ઘરનું રેન્ટ તો મળી રહે છે. પરંતુ આ આવક ની અંદર તેઓ કોઈ ખરાબ સમય માટે પૈસા બચાવી નથી શક્યા. અબુની પહેલી સર્જરી માટે તેમના પિતા એ પોતાના મિત્રો અને બીજા સગાઓ પાસેથી પૈસા લીધા હતા. તેઓ 3.5 લાખ રૂપિયા ભેગા કરી શક્ય હતા જેના દ્વારા અબુની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. પહેલી સર્જરી તો સફળતા પૂર્વક થઇ ચુકી છે, પરંતુ બીજી 2 સર્જરી માટે પૈસા ઓછા પડી રહ્યા છે.

અજાણ્યા લોકો પર આશા
તેમના પિતાએ પોતાના બાળકનું જીવન બચાવવું અને પૈસા ભેગા કરવા પોતાના જીવનનું એક માત્ર લક્ષ્ય બનાવી લીધું છે અને તે અત્યાર સુધીમાં માત્ર 3.5 લાખ રૂપિયા જ ભેગા કરી શક્યા છે, અને સર્જરી બાદ પણ અબુ ને ઘણું બધું ધ્યાન રાખવું પડે તેમ છે અને ડોક્ટરો ની વિઝિટ પણ લેવી પડે તેમ છે, અને આ બધા માટે તેના પિતા એ ImpactGuru.com પર એક ફન્ડ રેઝર ની શરૂઆત કરી છે.
"હું જેટલા લોકો ને ઓળખતો હતો તે બધા જ લોકો ને મેં મદદ માટે પૂછી લીધું છે છત્તા કઈ થઇ શક્યું નથી, એટલા માટે જ હવે હું અજાણ્યા લોકો પર આશા રાખી અને આ ફંડરેઝર ની શરૂઆત કરી છે જેથી હું મારા બાળક ની સર્જરી કરાવી શકું."

અબુને બચાવી શકાય
અબુ ને બચાવવા માટે તમે આ ફંડરેઝર ની અંદર ડોનેટ કરી શકો છો, અને તમે આ વાત બીજા લોકો સુધી પણ પહોંચાડી શકો છો, જેથી અબુ ને બચાવી શકાય અને તેની સરખી રીતે સારવાર થઇ શકે.












Click it and Unblock the Notifications
