For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રીમ કોર્ટે લગાવી ભાજપ શાસિત રાજ્યોના 'લવ જેહાદ' કાયદાને પડકારતી અરજીઓ પર રોક

ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર તરફથી પાસ લવ જેહાદ કાયદાને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટે બે સપ્તાહ માટે સ્થગિત કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

Supreme Court on Love Jihad Laws: ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સરકાર તરફથી પાસ લવ જેહાદ કાયદાને પડકારતી અરજીઓને સુપ્રીમ કોર્ટે બે સપ્તાહ માટે સ્થગિત કરી દીધી છે. આ પહેલા 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં લાગુ આંતર ધાર્મિક લગ્નના કાયદાની વિવાદાસ્પદ જોગવાઈઓ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો હતો. જો કે વિવાદાસ્પદ કાયદાની સમીક્ષા કરવા પર કોર્ટ તૈયાર થઈ ગયુ હતુ.

SC

વાસ્તવમાં ભાજપ શાસિત રાજ્યોએ લવ જેહાદને ગંભીર સમસ્યા માનીને કાયદો બનાવવાનુ એલાન કર્યુ હતુ જેમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશની સરકાર તરપથી આંતર ધાર્મિક લગ્ન પર કાયદો બનાવવામાં આવ્યો. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં ઉત્તર પ્રદેશમાં નિષેધ ધર્મ પરિવર્તિન વટહુકમ, 2020 અને ઉત્તરાખંડ ફ્રીડમ ઑફ રિલિડન એક્ટ, 2018ને પડકારવાની વાત કહેવામાં આવી. વકીલ વિશાલ ઠાકરે અને અભય સિંહ યાદવ અને કાયદો શોધકર્તા પ્રણવેશની દાખલ અરજીમાં કહેવામાં આવ્યુ હતુ કે યુપી વટહુકમ બંધારણના મૂળ ઢાંચાને બગાડે છે.

વળી, અરજીકર્તાઓએ તર્ક આપ્યો કે સંસદ પાસે મૌલિક અધિકારોમાં સુધારાની કોઈ શક્તિ નથી અને જો આ વટહુકમને લાગુ કરવામાં આવે તો તે મોટાપાયે જનતાને નુકશાન પહોંચાડશે અને સમાજમાં અરાજકતાની સ્થિતિ પેદા કરશે. વળી, સુપ્રીમ કોર્ટએ એ પણ જણાવ્યુ કે આ વટહુકમ સમાજના ખરાબ તત્વોના હાથમાં એક શક્તિશાળી હથિયાર બની શકે છે જેથી આ વટહુકમનો ઉપયોગ કોઈને ખોટી રીતે હેરાન કરવા માટે કરવામાં આવી શકે. એ પણ તર્ક આપવામાં આવ્યોકે આ રીતના કોઈ પણ કાર્યમાં શામેલ ન થનાર વ્યક્તિને ખોટી રીતે ફસાવવાની સંભાવનાઓ છે. જો વટહુકમ પાસ થઈ ગયો તો ઘોર અન્યાય થશે.

ખેડૂતોનુ રેલ રોકો આંદોલન કાલે, જાણો બધી વિગતોખેડૂતોનુ રેલ રોકો આંદોલન કાલે, જાણો બધી વિગતો

English summary
Supreme court adjourning two weeks religious conversion marriage Ordinance
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X