Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જગન્નાથ રથયાત્રાઃ SCમાં સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યુ - જન ભાગીદારી વિના કરી શકાય આયોજન

કોર્ટમાં વાર્ષિક રથયાત્રા કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને સાર્વજનિક ભાગીદારી વિના આયોજન કરવામાં આવી શકે છે.

જગન્નાથ પુરીમાં 23 જૂનો યોજાનારી રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે કોરોના વાયરસ મહામારીના કારણે રોક લગાવી દીધી. કોર્ટના આ ચૂકાદા સામે ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી જેના પર આજે સુનાવણી થઈ રહી છે. આ અરજીઓમાં માંગ કરવામાં આવી છે કે રથયાત્રાને અલગ રીતે કાઢવાની મંજૂરી આપવામાં આવે. આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ કોર્ટમાં વાર્ષિક રથયાત્રા કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને સાર્વજનિક ભાગીદારી વિના આયોજન કરવામાં આવી શકે છે.

SC

મીડિયા રિપોર્ટ અનુસાર આ કેસમાં કેન્દ્ર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યુ કે માત્ર એ લોકો જેમનો કોરોના વાયરસ ટેસ્ટ નેગેટીવ આવ્યો છે અને ભગવાન જગન્નાથ મંદિરમાં સેવક તરીકે કામ કરી રહ્યા છે, તેમને જ આમાં ભાગ લેવાની મંજૂરી મળે. મહેતાએ કહ્યુ કે આ રસમ સદીઓથી ચાલતી આવે છે અને તેને અટકાવવી ન જોઈએ. વળી, ઓરિસ્સાની સરકારનુ કહેવુ છે કે જન ભાગીદારી વિના રથયાત્રાનુ આયોજન થઈ શકે છે. રાજ્ય સરકારે આ યાત્રા દરમિયાન કર્ફ્યુ લગાવી શકે છે જેથી લોકો રસ્તા પર આવી ન શકે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે જો આ વર્ષે રથયાત્રાની મંજૂરી આપવામાં આવી તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. કોરોના વાયરસ મહામારીને જોતા ઓરિસ્સા વિકાસ પરિષદ નામના એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ વર્ષે રથયાત્રા પર રોક લગાવવાની માંગ કરી હતી. ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડેએ આ કેસમાં સુનાવણી કરીને કહ્યુ કે જો અમે આની મંજૂરી આપીશુ તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. મહામારીના સમયે આવા આયોજન ન થઈ શકે. લોકોના આરોગ્ય માટે આદેશ જરૂરી છે.

રથયાત્રા પર રોક લગાવવાની માંગવાળી અરજીમાં અરજીકર્તાઓ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આ રથયાત્રામાં દસ લાખ લોકો ભેગા થાય છે. જો આટલા લોકો રથયાત્રામાં શામેલ થાય તો સંક્રમણનુ જોખમ વધી જશે. આના પર સીજેઆઈએ કહ્યુ કે જો દસ હજાર પણ હોય તો ગંભીર વાત છે. કોર્ટે એ પણ આદેશ આપ્યો કે રથયાત્રા સાથે જોડાયેલ કોઈ પણ ધર્મનિરપેક્ષ કે ધાર્મિક ગતિવિધિઓ આ વર્ષે ઓરિસ્સામાં નહિ થાય. કોર્ટે કહ્યુ કે મહામારીના સમયે આવી સભાઓ ન થઈ શકે. સાર્વજનિક આરોગ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતમાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી ન આપી શકાય.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X