કેન્દ્ર સરકારને SCની ફટકાર, કહ્યું- અમને હળવામાં ના લો, કાશ્મીર પ્રતિબંધો પર જવાબ ક્યાં?
કેન્દ્ર સરકારને SCની ફટકાર, કહ્યું- અમને હળવામાં ના લો, કાશ્મીર પ્રતિબંધો પર જવાબ ક્યાં?
નવી દિલ્હીઃ બુધવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકારને રાજ્યમાં જાહેર પ્રતિબંધોનો જવાબ દાખલ કરવા માટે ફટકાર લગાવી છે. કોર્ટે સરકારને કહ્યું કે, રાજ્યમાં જે આધાર પર સંચાર વ્યવસ્થા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તે આદેશ રજૂ કરે. આની સાથે જ કોર્ટે સરકારને પૂછ્યું કે હજુ સુધી જમ્મુ-કાશ્મીર પર લગાવવામાં આવેલ પ્રતિબંધોનો જવાબ દાખલ કરવામાં અસફળ રહી છે. મામલો લોકોની વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલ છે.

અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરના નેતાઓ અને પ્રભાવશાળી લોકોને કસ્ટડીમાં લેવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. મલેશિયાઈ એનઆરઆઈ કારોબારીની પત્નીની અરજી પર અદાલતે બુધવારે રાજ્ય પ્રશાસનને પૂછ્યું કે આના પર હજુ સુધી કોઈ જવાબ દાખલ કેમ ન કરાયો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી સોગંધનામું દાખલ કરવામાં વિલંબ થતાં નાગારજગી વ્યક્ત કરી અને કહ્યું કે તમે અમને હળવામાં ન લઈ શકો. જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતામાં બેંચે કહ્યું કે મામલો વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલ છે. માટે પ્રશાસનને ગુરુવાર સુધી જવાબ આપે.
જમ્મુ અને કાશ્મીર પ્રશાસન તરફતી રજૂ સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ ન્યાયમૂર્તિ એનવી રમણની અધ્યક્ષતાવાળી પીઠને કહ્યું કે તેઓ આ પ્રતિબંધોથી સંબંધિત પ્રશાસનિક આદેશ માત્ર પીઠના અધ્યક્ષ માટે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરશે. મેહતાએ પીઠને કહ્યું કે, અમે તેને ઉચ્ચતમ ન્યાયાલય સમક્ષ રજૂ કરશું. રાષ્ટ્રહિતમાં લેવામાં આવેલ પ્રશાસનિક ફેસલાની અપીલ પર કોઈ ન બેસી શકે. માત્ર ન્યાયાલય જ તેને જોઈ શકે છે અને અરજદાર નિશ્ચિત જ તે ન જોઈ શકે.
અરજદારો તરફથી હાજર રહેલ વરિષ્ઠ વકીલ હુજેફા અહમદીએ કહ્યું કે જો સરકાર અરજદારોને આદેશ દેખાડવા નથી માંગતી, તો તેને ઓછામાં ઓછું અદાલતમાં દેખાડવું જોઈએ. તેમણે કહ્યું કે તેઓ કાશ્મીરમાં કરવામાં આવેલ દરેક નજરબંધી યોગ્ય ઠેરવવા ઈચ્છે છે. અદાલતે સૉલિસિટર જનરલને સ્પષ્ટ રૂપે પૂછ્યું કે એ આદેશ ક્યાં છે જેના આધારે લોકોને કાશ્મીરમાં નજરબંધ કરવામાં આવ્યા હતા. અદાલતે બંને સરકારને તમામ નિરોધ આદેશોના દસ્તાવેજો સાથે પોતાનો જવાબ રજૂ કરવા સૂચન કર્યું.
બીજી તરફ કેટલાક અરજદારોએ કહ્યું કે ઘાટીમાં મોબાઈલ સેવા બંધ હવે તે સમયગાળા માટે પણ ટેલિકોમ કંપનીઓ બિલની ચૂકવણી માટે કહી રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે આવી ફરિયાદો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું.












Click it and Unblock the Notifications
