For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાસૂસી કાંડઃ ઈસરોના વૈજ્ઞાનિક નિર્દોષ, 50 લાખનું વળતર ચૂકવવા સુપ્રીમ કોર્ટેનો આદેશ

કેરળ સરકારે ખોટી રીતે ઈસરોના વૈજ્ઞાનિકની કરાવી હતી ધરપકડ, ચૂકવવા પડશે 50 લાખ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઈસરોના વૈજ્ઞાનિક નંબી નારાયણનને જાસૂસીના કેસમાં 24 વર્ષ બાદ રાહત મળી છે. 1994માં પાકિસ્તાનની જાસૂસી કરવાના આરોપસર નંબી નારાયણનની ધરપકડ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે નંબી નારાયણનની ધરપકડને અયોગ્ય ગણાવીને 50 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. સાથે જ 76 વર્ષના નંબી નારાયણનની ધરપકડમાં કેરળના પોલીસ અધિકારીઓની ભૂમિકાને લઈને ન્યાયિક કમિટીનું ગઠન કરવાનો કોર્ટે આદેશ આપ્યો છે. પૂર્વ સુપ્રીમ કોર્ટ જજ જસ્ટિસ ડીકે જૈન આ કમિટિની અધ્યક્ષતા કરશે.

nanbi narayanan

ઉલ્લેખનીય છે કે માલદીવની એક મહિલાની ધરપકડ બાદ 1994માં નંબી નારાયણનની પણ ધરપકડ કરવામાં આવી હતી. નારાયણને મહિલાને કેટલાક સિક્રેટ શેર કર્યાં હોવાનો આરોપ હતો. વર્ષ 1996માં સીબીઆઈએ તમામ મામલાના તમામ આરોપીઓને દોષ મુક્ત કરતાં આ કેસ બંધ કરી દીધો. 1998માં કેરળ રાજ્ય સરકારે ફરી આ મામલાને ખોલવાની વાત કહી પણ સુપ્રીમ કોર્ટે તેમની માગણી ફગાવી દીધી હતી.

બીજી બાજુ નંબી નારાયણને પણ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેમાં તેમણે કેરળના પૂર્વ ડીજીપી સિબી મેથ્યૂ સહિતના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. સિબી મેથ્યૂએ આ જાસૂસી કાંડની તપાસ કરી હતી. નંબી નારાયણને કેરળ હાઈકોર્ટના ફેસલાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ડીજીપી સિબી મેથ્યૂ અને બે રિટાયર્ડ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી નથી, ત્યારે નંબી નારાયણને ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

1998માં સુપ્રીમ કોર્ટેથી આ મામલામાં આરોપમુક્ત થયા બાદ નંબી નારાયણને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગનો દરવાજો ખખડાવ્યો અને રાજ્ય સરકાર પાસેથી વળતરની માગણી કરી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ માર્ચ 2001માં નંબી નારાયણનને દસ લાખ રૂપિયા આપવાનો આદેશ આપ્યો હતો. જો કે આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હતી. દરમિયાન દિપક મિશ્રાની આગેવાની વાળી ખંડપીઠે નંબી નારાયણનની ધરપકડને અયોગ્ય ગણાવીને રાજ્ય સરકારને 50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

શું હતો આરોપ?
1994માં માલદિવની બે ઈન્ટેલિજન્સ ઑફિસર મારિયમ રશિદા અને ફૌઝીયા હસનને ડિફેન્સ સેક્રેટ્સ લિક કર્યા હોવાનો નંબી નારાયણન પર ગંભીર આરોપ લાગ્યો હતો. નંબી નારાયણનની સાથે ડી સસિકુમારન પર વિરુદ્ધ પણ કરોડો રૂપિયામાં દેશના સિક્રેટ વેચતા હોવાનો આરોપ લાગ્યો હતો. જો કે નંબી નારાયણન વિરુદ્ધ જાસૂસીના કોઈ સબુત ન મળતાં 2001માં તેમને નિર્દોષ જાહેર કરી દીધા હતા અને 10 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો- યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરનાર રોહિત તોમર પર રેપ કેસ નોંધાયો, પોલીસે ધરપકડ કરી

English summary
ISRO spy case: Supreme Court orders Rs 50 lakh compensation to scientist Nambi Narayanan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X