For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SCના મીડિયાને નિર્દેશ, ‘સરકારની પુષ્ટિ બાદ જ ચલાવો કોરોના વિશેના સમાચાર'

સુપ્રિમ કોર્ટે બુધવારે મીડિયાને નિર્દેશ આપ્યા છે કે સરકારી તંત્ર પાસે વેરીફાઈ કર્યા બાદ જ તે કોરોના વિશેના સમાચારો ચલાવે.

|
Google Oneindia Gujarati News

સુપ્રિમ કોર્ટે બુધવારે મીડિયાને નિર્દેશ આપ્યા છે કે સરકારી તંત્ર પાસે વેરીફાઈ કર્યા બાદ જ તે કોરોના વિશેના સમાચારો ચલાવે. સુપ્રિમ કોર્ટે પ્રવાસી મજૂરોના પલાયન પાછળ અપુષ્ટ સમાચારો પર ચિંતા વ્યક્ત કરીને મીડિયા(પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા)ને પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવા અને ગભરાટ પેદા કરતા અને પુષ્ટિ વિનાના સમાચારોના પ્રસારણ પર રોક લગાવવાના નિર્દેશ જારી કર્યા છે.

SC

સીજાઈ એસએ બોબડે અને જસ્ટીસ એલ નાગેશ્વર રાવન ખંડપીઠે કહ્યુ, શહેરોમાં કામ કરતા મજૂરોનુ મોટી સંખ્યામાં પલાયન એ ફેક ન્યૂઝના કારણે થયુ કે લૉકડાઉન ત્રણ મહિનાથી વધુ સમય ચાલુ રહેશે. એવામાં અમે આશા રાખીએ છીએ કે મીડિયા(પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક કે સોશિયલ) પોતાની જવાબદારી વિશે સંવેદનશીલ બની રહેશે અને એ સુનિશ્ચિત કરશે કે ડર પેદા કરતા પુષ્ટિ વિનાના સમાચાર નહિ ચલાવે.

પીઠે આ ટિપ્પણી એક જનહિત અરજી પર આપેલા આદેશમાં કરી જેમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે લાગુ કરવામાં આવેલ 21 દિવસના દેશવ્યાપી લૉકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરો માટે કલ્યાણકારી ઉપાય કરવાની માંગ કરવામાં આવી હતી. જનહિત અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને મંગળવારે એ નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો હતો કે સરકાર તરફથી કોરોના વાયરસ પર તથ્યોની પુષ્ટિ કર્યા વિના કોઈ પણ મીડિયા સંસ્થા કોઈ સમાચારનુ પ્રકાશન અથવા પ્રસારણ ન કરે.

સુપ્રિમ કોર્ટે કોરોના વાયરસના કારણે મજૂરોના પલાયનને રોકવા અને 24 કલાકની અંદર આ મહામારી અંગેની માહિતીઓ ઉપલબ્ધ કરાવવા માટે એક પોર્ટલ બનાવવાના પણ કેન્દ્રને નિર્દેશ આપવામાં આવ્યા છે. ન્યાયાલયે કહ્યુ કે આ પોર્ટલ પર મહામારી વિશેની યોગ્ય મહામારી જનતાને ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી નકલી સમાચારો દ્વારા ફેલાવવામાં આવી રહેલ ડરને દૂર કરી શકાય.

આ પણ વાંચોઃ કોરોનાના કારણે ઑફ એર થવા જઈ રહ્યો છે 'કપિલ શર્મા'નો શોઆ પણ વાંચોઃ કોરોનાના કારણે ઑફ એર થવા જઈ રહ્યો છે 'કપિલ શર્મા'નો શો

English summary
Supreme Court directed Media to ensure that unverified news capable of causing panic is not disseminated
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X