For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CJI વિરુદ્ધ પત્રકાર પરિષદ કરનાર 4 જજો કામ પર પરત ફરશે

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટના ચાર જજોની નાટકીય પત્રકાર પરિષદ બાદ સોમવારે ન્યાયાલય ફરીથી ખુલશે. પ્રશ્ન કરનાર ચાર વરિષ્ઠ જજો પણ ન્યાયાલયની કાર્યવાહીમાં હંમેશની માફક ભાગ લેશે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગત સપ્તાહે સુપ્રીમ કોર્ટના ચાર જજોની નાટકીય પત્રકાર પરિષદ બાદ સોમવારે ન્યાયાલય ફરીથી ખુલશે. ભારતના મુખ્ય ન્યાયાધીશની કાર્યશૈલી પર પ્રશ્ન કરનાર ચાર વરિષ્ઠ જજો પણ ન્યાયાલયની કાર્યવાહીમાં હંમેશની માફક ભાગ લેશે. ગત શુક્રવારે થયેલ પત્રકાર પરિષદ બાદ મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ હજુ સુધી આ ચાર જજ સાથે વાત નથી કરી. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલો અનુસાર, મુખ્ય ન્યાયાધીશ આ ચાર ન્યાયાધીશો - જસ્તી ચેલમેશ્વર, રંજન ગોગોઈ, મદન લોકૂર અને કુરિયન જોસેફ સાથે વાતચીત કરી શકે છે. જો કે, ન્યાયાધીશના નજીકના સૂત્રો અનુસાર, હજુ સુધી મુખ્ય ન્યાયાધીશ તરફથી આ પ્રકારની કોઇ પહેલ કરવામાં નથી આવી.

Supreme Court

ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે રોસ્ચરની ચિંતા કર્યા વિના ચારેય વરિષ્ઠ જજો સર્વોચ્ચ ન્યાયાલય જશે અને સુનવણી માટે જેકામ સોંપવામાં આવશે એની સુનવણી કરશે. ચારેય જજો દ્વારા જે મુદ્દાઓ ઉંચકવામાં આવ્યા હતા, તેમાંથી એક મુખ્ય મુદ્દો પસંદગીયુક્ત કેસોની ફાળવણીનો પણ હતો. સોમવારના રોજ સુપ્રીમ કોર્ટમાં જે મામલાઓની સુનવણી થનાર છે, એમાંથી એક મામલો સીબીઆઈના સ્પેશ્યિલ જજ જસ્ટિસ બ્રજમોહન લોયાનું અટાનક થયેલ મૃત્યુ છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ લોયાનું મૃત્યુ થયું એ સમયે તેઓ સોહરાબુદ્દીન શેખ અથડામણ મામલે ભાજપના અધ્યક્ષ અમિત શાહની ભૂમિકાવાળા કેસની સુનવણી કરી રહ્યા હતા. આ મામલે દાખલ કરવામાં આવેલ અરજી પર સોમવારે જસ્ટિસ અર્જુન મિશ્રા સુનવણી કરશે.

English summary
supreme court four senior judges will be attending to work as usual on monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X