સુપ્રીમ કોર્ટે આપી સત્યેન્દ્ર જૈનને આપી રાહત, 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન, રાખી આ શરત

મની લોન્ડ્રિંગ કેસમાં તિહાડ જેલમાં રહેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર છ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જોકે, આ માટે કોર્ટે ઘણી શરતો રાખી છે.

સત્યેન્દ્ર જૈનની અરજી પર સુનાવણી કરતા કોર્ટે નોંધ્યું હતું કે, મેડિકલ રિપોર્ટના આધારે અરજદારને 6 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવે છે, પરંતુ તેની સામે કેટલીક શરતો છે. તેઓ પરવાનગી વગર દિલ્હીની બહાર જઈ શકશે નહીં. આ સિવાય તે મીડિયામાં કોઈ નિવેદન નહીં આપે.

satyendra jain

સત્યેન્દ્ર જૈન ગત વર્ષથી તિહાર જેલમાં બંધ હતા. AAPનો દાવો છે કે, ગુરુવારના રોજ તેમને વોશરૂમમાં ચક્કર આવ્યા હતા. જે બાદ તેઓ બેહોશ થઈ ગયા હતા. આ પહેલા તેમને દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ બાદમાં તેમને એલએનજેપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેઓ હજુ પણ હોસ્પિટલમાં છે. તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ તે ફગાવી દેવામાં આવી હતી. જે બાદ તેમના વકીલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં તેમના વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ હતી કે, જૈનનું વજન ઘટીને 35 કિલો થઈ ગયું છે.

તેઓ હાડપિંજર જેવો દેખાય છે. તેમને ઘણી બીમારીઓ છે, આવી સ્થિતિમાં જામીન મંજૂર કરવા જોઈએ. આના પર વેકેશન બેચે તેમને વચગાળાના જામીન આપ્યા હતા.

EDએ સત્યેન્દ્ર જૈન પર સેલ કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો હતો. જે બાદ 30 મે, 2022ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ લગભગ 360 દિવસ બાદ જેલમાંથી બહાર આવવાનો છે. તેમને માત્ર 42 દિવસ માટે જામીન મળ્યા છે. બીજી તરફ AAP નેતાઓએ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X