For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જગન્નાથ રથયાત્રાઃ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સુધારાની માંગ કરતી અરજીઓ આજે સુનાવણી

સુપ્રીમ કોર્ટે જગન્નાથ પૂરીમાં 23 જૂને યોજનાનર રથયાત્રા પર 18 જૂને રોક લગાવી દીધી હતી. જેની સમીક્ષા અરજીઓ પર આજે સુનાવણી છે.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટે જગન્નાથ પૂરીમાં 23 જૂને યોજનાર રથયાત્રા પર 18 જૂને રોક લગાવી દીધી હતી. પરંતુ કોર્ટે આ ચુકાદા સામે 4 સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી. આના પર આજે કોર્ટની સિંગલ જજ બેંચ સુનાવણી કરશે. આ અરજીઓમાં માંગ કરવામાં આવી છે કે રથયાત્રાને અલગ રીતે કાઢવાની મંજૂરી આપવામાં આવે. આ પહેલા કોર્ટે પોતાના ચુકાદામાં કોરોના વાયરસ(કોવિડ-19) મહામારીના કારણે પૂરી અને ઓરિસ્સાના અન્ય બધા સ્થાનોમાં વાર્ષિક રથયાત્રા પર રોક લગાવી દીધી.

Odisha

પોતાના ચુકાદામાં કોર્ટે શું કહ્યુ હતુ?

સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે જો આ વર્ષે રથયાત્રાની મંજૂરી આપવામાં આવી તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. કોરોના વાયરસ મહામારીને જોતા ઓરિસ્સા વિકાસ પરિષદ નામના એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આ વર્ષે રથયાત્રા પર રોક લગાવવાની માંગ કરી હતી. ચીફ જસ્ટીસ ઑફ ઈન્ડિયા શરદ અરવિંદ બોબડેએ આ કેસમાં સુનાવણી કરીને કહ્યુ કે જો અમે આની મંજૂરી આપીશુ તો ભગવાન જગન્નાથ અમને માફ નહિ કરે. મહામારીના સમયે આવા આયોજન ન થઈ શકે. લોકોના આરોગ્ય માટે આદેશ જરૂરી છે.

રથયાત્રા પર રોક લગાવવાની માંગવાળી અરજીમાં અરજીકર્તાઓ તરફથી કહેવામાં આવ્યુ હતુ કે આ રથયાત્રામાં દસ લાખ લોકો ભેગા થાય છે. જો આટલા લોકો રથયાત્રામાં શામેલ થાય તો સંક્રમણનુ જોખમ વધી જશે. આના પર સીજેઆઈએ કહ્યુ કે જો દસ હજાર પણ હોય તો ગંભીર વાત છે. કોર્ટે એ પણ આદેશ આપ્યો કે રથયાત્રા સાથે જોડાયેલ કોઈ પણ ધર્મનિરપેક્ષ કે ધાર્મિક ગતિવિધિઓ આ વર્ષે ઓરિસ્સામાં નહિ થાય. કોર્ટે કહ્યુ કે મહામારીના સમયે આવી સભાઓ ન થઈ શકે. સાર્વજનિક આરોગ્ય અને નાગરિકોની સુરક્ષાના હિતમાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી ન આપી શકાય.

ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, આખા LAC પર તૈનાત કરાયા સૈનિકભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, આખા LAC પર તૈનાત કરાયા સૈનિક

English summary
Supreme court hearing for jagannath rath yatra today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X