SCએ CBI અને સરકારની કાઢી ઝાટકણી, કોના કહેવાથી બદલ્યો રિપોર્ટ?

સુપ્રીમ કોર્ટમાં સરકારની ફજીયત થઇ છે. કોલસા ઘોટાળા પર સીબીઆઇના સોગંધનામાને લઇને સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇના સ્ટેટસ રીપોર્ટને બતાવવાની ઘટનાને ચિંતાજનક ગણાવી અને જણાવ્યું કે આ વિશ્વાસ તોડવાની વાત છે.
સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રીપોર્ટને સરકારની સાથે વહેંચવાને યોગ્ય નથી ગણ્યું અને સીબીઆઇએ પૂછ્યું કે આ બાબતે કોર્ટને અંધારામાં કેમ રાખવામાં આવી. સુપ્રીમ કોર્ટે સીબીઆઇને રાજનૈતિક દખલથી મુક્ત કરાવવા પર ભાર આપતા જણાવ્યું કે 'સીબીઆઇને રાજનૈતિક સકંજામાંથી આઝાદ કરવામાં આવે.'
રિપોર્ટ સરકારને બતાવવાની વાતને લઇને સામાન્ય વાત નહીં માનતા સુપ્રીમ કોર્ટે સીબીઆઇને નિર્દેશ કર્યો કે નેતાઓ પાસે નિર્દેશ લેવાની જરૂરીયાત નથી. સુપ્રીમ કોર્ટની આ ટીપ્પણી પર બીજેપી નેતા બલબીર પૂંજે સરકારમાંથી રાજીનામું સોપવાની માંગ કરી છે. જ્યારે વિદેશમંત્રી સલમાન ખુર્શીદે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર પ્રતિક્રિયા કરવાથી ઇનકાર કરતા નિર્ણયના ઇંતજાર કરવાની માંગ કરી છે.












Click it and Unblock the Notifications
