AAP નેતા સત્યેન્દ્ર જૈનને મોટો ફટકો, સુપ્રીમ કોર્ટે આપ્યો તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ
AAP leader Satyendra Jain: મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહીનો સામનો કરી રહેલા દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી દીધી છે. આ સાથે સુપ્રીમ કોર્ટે પૂર્વ મંત્રીને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.

સત્યેન્દ્ર જૈન 9 મહિનાથી વધુ સમયથી તબીબી આધાર પર જેલની બહાર હતા. સુપ્રીમ કોર્ટે 26 મે, 2023ના રોજ જૈનને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા હતા, અને સમયાંતરે તેને લંબાવવામાં આવ્યા હતા.
તેમની સાથે કથિત રીતે જોડાયેલા ચાર કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગના આરોપમાં ED એ AAP નેતાની 30 મે, 2022 ના રોજ ધરપકડ કરી હતી. સતેન્દ્ર જૈને આ આરોપોને નકારી કાઢ્યા છે.












Click it and Unblock the Notifications
