પોલીસ સુધાર માટે કેન્દ્ર અને રાજ્યોને SCની નોટિસ

ન્યાયમૂર્તિ જીએસ સિંધવીની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ ઘટનાઓ માટે પંજાબ અને બિહાર સરકારને આડે હાથે લેતા તેમને નિશસ્ત્ર લોકો પર બર્બર વલણ અપનાવવાના મામલે સાત દિવસની અંદર સોગંદનામુ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
ન્યાયાધીશોએ પોતાના આદેશમાં જણાવ્યું કે ગૃહમંત્રાલયના સચિવના માધ્યમથી કેન્દ્ર સરકારની સાથે જ બધા જ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો, મુખ્ય સચિવો, ગૃહ સચિવો અને બધા રાજ્યોના પોલિસ મહાનિદેશકો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોલીસ સુધાર અંગે પ્રકાશસિંહ પ્રકરણમાં આપવામાં આવેલ નિર્દેશો પર અમલ કરવાના સંબંધમાં નોટિસ જારી કરી છે.












Click it and Unblock the Notifications
