For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહીન બાગ અતિક્રમણ મુદ્દે સુનાવણી કરવાનો સુપ્રીમનો ઇનકાર!

સુપ્રીમ કોર્ટે દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ સામેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 મે : સુપ્રીમ કોર્ટે દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝુંબેશ સામેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સીપીઆઈ(એમ) એ શાહીન બાગમાં કથિત ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના એમસીડીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને આજે ફગાવી દેવામાં આવી છે, કોર્ટે કહ્યું કે, વધુ સારું છે કે તમે પહેલા હાઈકોર્ટમાં જાઓ અને તમારી વાત મુકો.

suprem court

સુપ્રીમ કોર્ટે CPI(M)ની અરજી પર એમ પણ કહ્યું કે તમે એક રાજકીય પક્ષ છો અને તમે આ મામલે અસરગ્રસ્ત પક્ષોને કોર્ટમાં આવવા દો તો સારું રહેશે. આખરે પીડિતોને બદલે રાજકીય પક્ષો કોર્ટમાં કેમ આવ્યા છે?

MCD ટીમ આજે શાહીન બાગ વિસ્તારમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવા પહોંચી હતી. સોમવારે કથિત ગેરકાયદે બાંધકામને તોડી પાડવા માટે MCDના કેટલાક બુલડોઝર શાહીન બાગ પહોંચ્યા પરંતુ MCD અને પોલીસને સ્થાનિક લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. સામાન્ય લોકોના વિરોધને કારણે MCDએ બપોરે પોતાનું અભિયાન બંધ કરી દીધું છે.

English summary
Supreme Court refuses to hear Shaheen Bagh encroachment issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X