સુપ્રીમ કોર્ટે આપ્યો આમ આદમી પાર્ટીને ઝટકો
નવી દિલ્હી, 11 નવેમ્બર: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને ઝલદી કરાવવાની માંગને દેશની સર્વોચ્ચ અદાલતે ઠુકરાવી દીધી છે. કોર્ટે આપની માંગને એવું કહેતા ઠુકરાવી દીધી કે દિલ્હીમાં ચૂંટણીની તૈયારી ચૂંટણી પંચને કરવાની છે માટે તેનો નિર્ણય ચૂંટણી પંચ જ કરશે કે દિલ્હીમાં ચૂંટણી ક્યારે કરાવવાની છે.
અત્રે નોંધનીય છે કે દિલ્હીમાં ટૂંક સમયમાં ચૂંટણી કરાવવા માટે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટેમાં અરજી દાખલ કરી હતી. જ્યારે આ મામલામાં કેન્દ્ર સરકારે મુખ્ય ન્યાયાધીશ એચ.એલ. દત્તૂની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યીય સંવિધાન પીઠને દિલ્હી વિધાનસભા ભંગ કરવાની જાણકારી આપી. સરકારે જણાવ્યું કે દિલ્હીમાં વિધાનસભાને ભંગ કરી દેવામાં આવી છે અને રાજધાનીમાં હવે ચૂંટણીની જવાબદારી ચૂંટણી પંચની છે.

કોર્ટે જણાવ્યું કે તેઓ દિલ્હીના રાજનૈતિક ઘટનાક્રમથી ખુશ છે. તેઓ ચૂંટણી માટેની જરૂરી તૈયારીઓ કરાવવાની જવાબદારી ચૂંટણી પંચની છે. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચ જાતે નિર્ણય કરે કે દિલ્હીમાં ચૂંટણી ક્યારે કરાવવાની છે.












Click it and Unblock the Notifications
