સુપ્રીમ કોર્ટથી માયાવતીને મોટો ફટકો, મૂર્તિઓ પરનો ખર્ચો પરત કરવો પડશે

SCથી માયાવતીને મોટો ફટકો, મૂર્તિઓ પરનો ખર્ચો પરત કરે

નવી દિલ્હીઃ બસપા સપ્રીમો માયાવતીને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સ્ટેચ્યૂ બચાવવામાં ખર્ચ થયેલ જનતાના પૈસાની ચૂકવણી માયાવતીએ કરવી પડશે. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં માગણી કરી હતી કે બસપા સુપ્રીમો દ્વારા પ્રતિમાઓના નિર્માણ પર જનતાના પૈસા ખર્ચવામાં આવી રહ્યા છે, જે અટકાવવું જોઈએ. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે આ મામલામાં આગામી સુનાવણી 2 એપ્રિલે થશે.

mayavati

મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે મૂર્તિઓના નિર્માણ પર ખર્ચ કરવામાં આવેલ રૂપિયા સરકારી ખજાનામાં પરત જમા કરાવવા પડશે. જણાવી દઈએ કે આ મૂર્તિઓ અને હાથિઓ ઉપરાંત ખુદ માયાવતીની મૂર્તિઓ પણ સામેલ છે.

જણાવી દઈએ કે માયાવતીએ ઉત્તર પ્રદેશમાં બસપા શાસનકાળણાં કેટલા પાર્કનું નિર્માણ કરાવ્યું હતું. આ પાર્કમાં બસપા સંસ્થાપક કાંશીરામ, માયાવતી અને હાથિઓની મૂર્તિઓ લગાવવામાં આવી હતી. આ મુદ્દો અગાઉ પણ ચૂંટણીમાં ઉઠતો રહ્યો છે અને વિપક્ષીઓ આ મુદ્દા પર નિશાન સાધે છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ 2015માં ઉત્તર પ્રદેશની સરકારથી પાર્ક અને મૂર્તિઓ પર ખર્ચ થયેલ સરકારી પૈસાની જાણકારી માંગી હતી. ઉત્તર પ્રદેશમાં પૂર્વ સમાજવાદી પાર્ટી સરકાર આ મુદ્દા પર બસપાને ઘેરતા રહ્યા છે.

આ પણ વાંચો- અંબાણીને કોન્ટ્રાક્ટ અપાવવા માટે ફ્રાન્સ સાથે સીધી ડીલ કરી રહ્યા છે મોદીઃ રાહુલ ગાંધી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X