અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની પીઠ આ કેસમાં આજે સુનાવણી કરી શકે છે.

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની પીઠ આ કેસમાં આજે સુનાવણી કરી શકે છે. આ સમગ્ર વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થતા માટે એક પેનલની રચના કરવામાં આવી હતી જેના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ વિચાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે પીઠે 11 જુલાઈના રોજ સુનાવણી દરમિયાન મધ્યસ્થતા પેનલનો રિપોર્ટ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યુ હતુ કે જો મધ્યસ્થતા કમિટી કોઈ નિષ્કર્ષ સુધી નહિ પહોંચે તો તે 25 જુલાઈથી આ કેસમાં રોજ સુનાવણી કરશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જસ્ટીસ એફએમઆઈ ખલીફુલ્લાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની મધ્યસ્થતા પેનલની રચના કરી હતી.

supreme court

11 જુલાઈના રોજ થયેલી સુનાવણી દરમિયાન અરજીકર્તાએ અદાલતને કહ્યુ કે આ કેસમાં મધ્યસ્થતા કામ નથી કરી રહી. એવામાં સુપ્રીમ કોર્ટે જ ચુકાદો સંભળાવવો જોઈએ. જો કે અદાલત તરફથી કહેવામાં આવ્યુ છે કે અમે મધ્યસ્થતા માટે સમય આપ્યો છે, તેના રિપોર્ટમાં હજુ સમય છે પરંતુ સાથે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસે આ મુદ્દા પર પણ રિપોર્ટ માંગી લીધો છે. તમને જણાવી દઈએ કે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ આ મુદ્દે સુનાવણી કરી રહી છે. આ મુદ્દે એક હિંદુ અરજીકર્તાએ મધ્યસ્થતા પ્રક્રિયાને રોકવાની માંગ કરીને કહ્યુ હતુ કે આનુ કોઈ પરિણામ નીકળ્યુ નથી, તેમણે આ કેસમાં ફરીથી સુનાવણી કરવાની માંગ કરી હતી.

તમને જણાવી દઈએ કે અયોધ્યા અને બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ મધ્યસ્થતાને ઉકેલવાની કોશિશ કરવામાં આવી રહી છે. આના માટે કોર્ટે ત્રણ સભ્યોની એક સમિતિ રચી અને તેની કાર્યવાહી કેમેરાના મોનિટરીંગ હેઠળ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટ તરફથી રચવામાં આવેલી આ કમિટીમાં અધ્યક્ષ રૂપે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એફએમઆઈ ખલીફુલ્લા ઉપરાંત આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુ શામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X