નિર્ભયા કેસઃ સુપ્રિમ કોર્ટે દોષિતોની ફાંસીની સજા યથાવત રાખી
સુપ્રિમ કોર્ટે નિર્ભયા કેસમાં દોષિતોની પુનઃવિચાર યાચિકા ફગાવી દેતા ફાંસીની સજા યથાવત રાખી છે.
સુપ્રિમ કોર્ટે નિર્ભયા કેસમાં દોષિતોની પુનઃવિચાર યાચિકા ફગાવી દેતા ફાંસીની સજા યથાવત રાખી છે. નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારમાંથી ત્રણ દોષિતોએએ સુપ્રિમ કોર્ટમાં પુનઃવિચાર યાચિકા દાખલ કરી હતી જેના પર સુપ્રિમ કોર્ટે સોમવારે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. સીજેઆઈ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટીસ આર ભાનુમતિની બેન્ચે પુનઃવિચાર યાચિકાને ફગાવી દીધી. તમને જણાવી દઈએ કે મોતની સજા મેળવેલા ચોથા આરોપી અક્ષય કુમાર સિંહે સુપ્રિમ કોર્ટના ચૂકાદા સામે સમીક્ષા યાચિકા દાખલ કરી નહોતી.

ફાંસીની સજા યોગ્ય
3 દોષિતોની પુનઃવિચાર યાચિકા ફગાવી દેતા સુપ્રિમ કોર્ટે કહ્યુ કે ફાંસીની સજા યોગ્ય છે. જસ્ટીસ અશોક ભૂષણે ચૂકાદો વાંચતા કહ્યુ કે ગુનાહિત મામલામાં રિવ્યુ ત્યારે જ સંભવ છે જ્યારે કાયદામાં કોઈ સ્પષ્ટ ભૂલ હોય. સુપ્રિમ કોર્ટે ત્રણ દોષિતોની ફાંસીની સજા યથાવત રાખી. આ મામલે કુલ 6 આરોપી હતા. એક આરોપી રામ સિંહનું કેસ દરમિયાન મોત થઈ ગયુ હતુ. જ્યારે એક આરોપી સગીર હતો અને તેને બાળ સુધાર ગૃહમાં મોકલી દીધો હતો. તેને ત્રણ વર્ષ બાદ છોડી મૂકવામાં આવ્યો હતો.
|
અમારો સંઘર્ષ હજુ ખતમ નથી થયો
નિર્ભયાની મા આશા દેવીએ કહ્યુ કે અમારો સંઘર્ષ હજુ ખતમ નથી થયો. ન્યાય મળવામાં મોડુ થઈ રહ્યુ છે. આશા દેવીએ કહ્યુ કે દોષિતોને જલ્દીમાં જલ્દી ફાંસી પર લટકાવા જોઈએ જેથી નિર્ભયાને ન્યાય મળી શકે. આ સોસાયટીમાં બીજાની દીકરીઓને નુકશાન પહોંચી રહ્યુ છે. અમે ન્યાયપાલિકાને અપીલ કરીશુ કે સિસ્ટમને મજબૂત બનાવવામાં આવે. ન્યાય મળવો જોઈએ. તે બીજી દીકરીઓ અને મહિલાઓને ન્યાય આપશે.
|
પિતાની પ્રતિક્રિયા
નિર્ભયાના પિતાએ કહ્યુ કે અમને ખબર હતી કે, "પુનઃવિચાર યાચિકા ફગાવી દેવાશે. પરંતુ આગળ શું, તે ઘટનાને ઘણો સમય વીતી ચૂક્યો છે. મહિલાઓને હજુ પણ ધમકીઓ આપવામાં આવે છે. મને ખબર હતી કે તેમને જલ્દીમાં જલ્દી ફાંસી લટકાવવામાં આવશે."
|
વકીલ રોહને વ્યક્ત કર્યો સંતોષ
વળી, નિર્ભયાના વકીલ રોહન મહાજને સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યુ કે આ અમારા માટે વિજયી ક્ષણ છે. કેન્દ્ર સરકારને અનુરોધ છે કે તે આગળની પ્રક્રિયાને જલ્દીમાં જલ્દી પૂરી કરે જેથી ન્યાય જલ્દીમાં જલ્દી મળી શકે.

ઈલાજ દરમિયાન નિર્ભયાનું સિંગાપુરમાં મોત
તમને જણાવી દઈએ કે નિર્ભયા સાથે દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં છ લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને ગંભીર ઈજાઓ પહોંચાડ્યા બાદ રસ્તા પર ફેંકી દીધી હતી. જ્યારે ઈલાજ દરમિયાન નિર્ભયાનું સિંગાપુરમાં મોત થઈ ગયુ હતુ. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો અને સુપ્રિમ કોર્ટે પણ આ મામલે આકરુ વલણ અપનાવતા દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. નિર્ભયા કેસ બાદ દેશભરમાં સામૂહિક બળાત્કાર જેવા જધન્ય અપરાધ સામે અવાજો ઉઠવા લાગ્યા હતા.












Click it and Unblock the Notifications
