સુરતના વ્યાપારીના અપહરણમાં જેડીયૂ નેતાનો હાથ? નીતિશ ભડક્યા
પટણા, 20 ડિસેમ્બર: બિહારમાં કિડનેપિંગ ઉદ્યોગ ફરીથી માથું ઉંચકી રહ્યો છે. સુરતના એક બિઝનેસમેનના પુત્રના અપહરણમાં જેડીયૂના એક નેતાનું નામ સામે આવવાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ કાંડ બાદ સત્તારૂઢ જેડીયૂ અને વિપક્ષી પાર્ટીઓમાં ઘમાસાણ મચેલી છે. સૂત્રોએ જણાવ્યું કે આ અપહરણ કાંડમાં જેડીયૂએ એક એમએલસીનું નામ સામે આવી રહ્યું છે. આ બાહુબલી એમએલસી ઉત્તર બિહારના રહેનારા છે.
સુત્રો અનુસાર, આ કાંડમાં જેડીયૂના નેતા સામેલ હોવાની વાત પર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર રોષે ભરાયા છે, અને વિપક્ષી પાર્ટીઓને તેમના નામ જાહેર કરવાનો પડકાર ફેક્યો છે. નીતિશ કુમારે જણાવ્યું કે જે લોકો આ કાંડમાં જેડીયૂ નેતાની સામેલગીરી હોવાની વાત કરતા હોય તેમણે તેમનું નામ સામે લેવું જોઇએ, જોકે નીતિશ કુમારે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ પણ આપ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દમણ દીવના ભીમપુરના રહેવાસી હનીફ હિંગોરાના પુત્ર સુહૈલ હિંગોરાનું 20 ઓક્ટોબરના રોજ દમણથી અપહરણ કરાયું હતું. સુહૈલનું એ સમયે અપહરણ કરવામાં આવ્યું જ્યારે તે તેની કંપનીથી ઘરે પાછો ફરી રહ્યો હતો. સુહૈલના પિતાએ તેના અપહરણની ફરિયાદ નાની દમણ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. એફઆઇઆર નોંધાયા બાદ પોલીસ સ્ટેશનના આઇઓ અનિલ કુમારે ઉદ્યોગપતિ હમીદ હિંગોરાના મોબાઇલની કોલ ડિટેલ્સ પર નઝર રાખવાનું શરૂ કરી દીધું. અત્રે નોંધનીય છે કે હનીફ હિંગોરા મૂળ સુરતના રહેવાસી છે અને તેમનું દમણ-દીવમાં બિઝનસ છે.

આ દરમિયાન મોબાઇલ કોલ ડિટેલ્સના આધારે પોલીસની એક ટીમે નયાગામ પોલીસ સ્ટેશનના ચતુરપુર ગામના રંજીત સિંહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા અને ત્યાંથી સુહૈલ હિંગોરાને છોડાવવામાં આવ્યો હતો. પોલીસે રંજીતના ઘરમાંથી 30 હજાર રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરી હતી. રંજીતના પિતા ઝારખંડ પોલીસમાં એએસઆઇના પદ પર નિયુક્ત છે. પોલીસે જણાવ્યું કે દમણ-દીવ પહોંચેલા ડીએસપી આનંદ કુમાર મિશ્રા અને એસઆઇ અનિલ કુમાર કિડનેપર સાથે પૂછપરછ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
