For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ સાંઇના સાધકે સુરત DCPને આપી ધમકી!

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઓક્ટોબર: સુરતની ડીસીપી શોભા ભૂતડાને બે-ત્રણ દિવસોથી નારાયણ સાંઇના કથિત સાધક દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. શોભાએ જ તે બે બહેનોનો કેસ અને નિવેદનો દાખલ કર્યા હતા. જેમાં આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.

ધમકીમાં ડીસીપીમાં કહેવામાં આવ્યું છે કે નારાયણ સાંઇને તે શોધવાનું બંધ કરે નહીતર તેમને મારી નાખવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર નારાયણ સાંઇ વિરૂદ્ધ ચાલી રહેલી શોધખોળ રોકવા માટે આ ધમકી આપવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે નંબર ટ્રેસ કરવામાં આવ્યો છે. આ મોબાઇલ નંબર મધ્યપ્રદેશના અશોક નગર જિલ્લાના કોઇ દશરથ સિંહના નામે રજીસ્ટર્ડ છે.

વધુ સમાચાર વાંચવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

આ પહેલાં પણ મળી હતી પોલીસને ધમકી

આ પહેલાં પણ મળી હતી પોલીસને ધમકી

તમને જણાવી દઇએ કે આ પહેલાં જ્યારે આસારામ પર બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો તો જોધપુર પોલીસ અધિકારીઓને આ પ્રકારના ધમકીભર્ય કોલ મળ્યા હતા, આ ફોન આસારામના સાધકોએ કર્યા હતા.

ફોન કરીને શું કહ્યું

ફોન કરીને શું કહ્યું

આઇપીએસ શોભા દ્વારા આ કેસમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર તેમના સરકારી મોબાઇલ ફોન પર આવેલા કોલમાં કહેવામાં આવ્યું હતું કે નારાયણ સાંઇને શોધવાનો પ્રયત્ન ન કરવો નહીતર ગોળીથી ઉડાવી દઇશું તેમના અનુસાર કોલ કરનારે પોતાને સાધક બતાવ્યો હતો.

ઘણા સ્થળોએ છાપેમારી

ઘણા સ્થળોએ છાપેમારી

બે બહેનો દ્વારા આસારામ અને નારાયણ સાંઇ પર બળાત્કારનો કેસ દાખલ કર્યા બાદ પોલીસ નારાયણ સાંઇને શોધવા લાગી હતી. પોલીસે નારાયણ સાંઇના કેટલાક ઠેકાણાઓ અને દિલ્હીમાં પણ કેટલાક સ્થળોએ છાપેમારી કરી હતી પરંતુ હજુ સુધી કોઇ સંકેત હાથ લાગ્યા નથી.

શું ધરપકડથી બચવા માટે ચહેરો બદલીને સંતાઇ રહ્યાં છે નારાયણ સાંઇ?

શું ધરપકડથી બચવા માટે ચહેરો બદલીને સંતાઇ રહ્યાં છે નારાયણ સાંઇ?

નારાયણ સાંઇના એક ભક્તના અનુસાર પોલીસથી બચવા માટે પોતાનો ચહેરો બદલીને ગત ગુરૂવારે રાત્રે નારાયણ સાંઇને આગરામાં આસારામના એક ભક્તને ત્યાં રોકાયા હતા, ઘરના માલિક લક્ષ્મણ સેવકાનીના અનુસાર નારાયણ સાંઇએ પોતાના બાલ દાઢી કપાવી દિધા છે.

English summary
Surat DCP Shobha Bhutada has filed a complaint alleging that she has been getting threat calls from self-styled godman Asaram's supporters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X