Surgical Strike: સર્જિકલ સ્ટ્રાઇક પર ફરી ઉઠાવ્યા સવાલ, દિગ્વિજયે માંગ્યા પુરાવા
Surgical Strike: કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ પહોંચી ગઈ છે. સતવારીમાં યોજાયેલી જનસભા દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે કેન્દ્ર સરકારની ઘણી નીતિઓને ખોટી ગણાવી હતી.
Surgical Strike: કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય પોતાના નિવેદનને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સરકાર સર્જીકલ સ્ટ્રાઇકની વાતો કરે છે, પણ તેમાં કેટલાને માર્યા તેનું કોઇ પ્રમાણ નથી. આ સાથે તેમણે રાજનાથ સિંહના રાહુલ નફરતની વાત કરવાવાળા નિવેદન અંગે કહ્યું હતું કે, તમારે પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ભાષણો સાંભળવા જોઇએ. તે ખુલ્લેઆમ મારવા કાપવાની વાતો કરે છે.

પહેલા આતંકવાદી ઘટનાઓ ખીણ પુરતી મર્યાદિત હતી
કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થવાથી કોને ફાયદો થયો છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આતંકવાદનો અંત આવશે અને હિન્દુઓનું વર્ચસ્વ રહેશે, પરંતુ સંજોગો અલગ છે. જ્યારથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી આતંકવાદ વધ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં રોજ કોઈને કોઈ ઘટના બની રહી છે. પહેલા આતંકવાદી ઘટનાઓ ખીણ પુરતી મર્યાદિત હતી, પરંતુ હવે તે રાજોરી અને ડોડા સુધી પહોંચી ગઈ છે.
આજ સુધી કોઈ વડાપ્રધાન કોઈ ફિલ્મના પ્રમોશન માટે ગયા નથી
દિગ્વિજયે જણાવ્યું હતું કે, સરકાર રાજ્યની સમસ્યાઓ હલ કરવા માંગતી નથી. તે રાજ્યમાં સમસ્યાને કાયમ રાખવા માંગે છે, જેથી કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને નફરત ફેલાતી રહે. આજ સુધી કોઈ વડાપ્રધાન કોઈ ફિલ્મના પ્રમોશન માટે ગયા નથી, પરંતુ હવે ઉલટું થઇ રહ્યું છે.
પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત કહી છે
દિગ્વિજય સિંહે જણાવ્યું કે, કલમ 370 નાબૂદ થયા બાદ પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ચાલુ છે. રાજોરી જિલ્લાના ધાંગરી ખાતે તાજેતરમાં થયેલ આતંકવાદી હુમલો અને જમ્મુના નરવાલ ખાતે બે વિસ્ફોટો ચિંતાનું કારણ છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશ સાથે દિગ્વિજય સિંહે રવિવારના રોજ જમ્મુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આતંકવાદી હુમલામાં ઘાયલોની હાલત જાણ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ વાત કહી છે.
રાજ્યમાં દરરોજ ટાર્ગેટેડ કિલિંગ, બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે
દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, તેઓ ધાંગરી અને નરવાલમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. મોદી સરકાર કલમ 370 નાબૂદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિમાં સુધારો થવાના દાવા કરી રહી છે. જે વાસ્તવિક નથી. રાજ્યમાં દરરોજ ટાર્ગેટેડ કિલિંગ, બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
