સૂર્યનેલ્લી ગેંગરેપ: સોનિયાને મળ્યા કુરિયન, રાજીનામાની અટકળો
નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: સૂર્યનેલ્લી ગેંગરેપ મામલામાં કહેવામાં આવે છે કે રાજ્યસભાના ઉપસભાપતિ પી.જે કુરિયનનું રાજીનામુ પડી શકે છે. સૂર્યનેલ્લી ગેંગરેપ કેસમાં આરોપોનો સામનો કરી રહેલા પી.જે કુરિયને ગુરુવારે અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાકાતમાં કુરિયને સૂર્યનેલ્લી ગેંગરેપ કેસમાં પોતાની પર લાગેલા આરોપો પર સફાઇ આપી છે.આ મુલાકાત બાદ એ વાતની અટકળો વધી ગઇ છે કે કુરિયનને પોતાના પદ પરથી રાજીનામુ આપી દેવાની માંગ કરવામાં આવે.

સૂર્યનેલ્લી ગેંગરેપ કેસમાં આરોપો બાદ બીજેપીએ માંગ કરી હતી કે પી. જે કુરિયનને હવે નૈતિક આધારે રાજ્યસભાના ઉપસભાપતિ પદ પરથી રાજીનામુ આપી દેવું જોઇએ.












Click it and Unblock the Notifications
