'નીતિશને મોદીથી આટલી બધી નફરત કેમ છે?'

બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ મંગળવારે સવાલ કર્યો કે જો નીતિશ સંસ્કારના કારણે અડવાણીને મળ્યા હતા, તો ભાજપા તરફથી પીએમ પદના દાવેદાર નરેન્દ્ર મોદી સાથે તેઓ આવું શા માટે નથી કરતા.
સુશીલ કુમાર મોદીને ટ્વિટર પર જણાવ્યું કે 'નીતિશ કુમાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે હાથ મીલાવી શકે છે, પરંતુ નરેન્દ્ર મોદીની સાથે તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી શકતા નથી.'
તેમણે સવાલ કર્યો કે, 'શું ભારતીય રાજનીતિ માટે આ પ્રકારની આભડછેટ યોગ્ય છે? આ કયા પ્રકારની સમગ્ર રાજનીતિ છે? કેવી માનસિકતા છે?'
બિહાર ભાજપાના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે નીતિશ કુમાર એ સમયે ખૂબ જ નારાજ હતા, જ્યારે સમાચારોમાં એવી તસવીરો છપાઇ હતી, જેમા મોદી અને નીતિશ એકબીજાના હાથમાં હાથ નાખીને ઉભા હતા. એ સમયે નીતિશ નારાજ શા માટે હતા?
દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા પરિષદની બેઠકમાં નીતિશ કુમારની સામે જ્યારે અડવાણી આવ્યા, તો તેમણે ખૂબ જ ઉષ્માભરી મુલાકાત કરી. જોકે સુશીલ કુમાર મોદીએ અડવાણી અને નીતિશની આ મુલાકાતને વધારે મહત્વ ના આપતા તેને રાજકીય શિષ્ટાચાર ગણાવ્યો હતો. કુમારની પાર્ટીએ એવું કહેતા નીતિશનો બચાવ કર્યો હતો કે આ મુલાકાતની પાછળ નીતિશના સંસ્કાર છે અને તેનો કોઇ રાજનૈતિક અર્થ કાઢવો જોઇએ નહીં.












Click it and Unblock the Notifications
