For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડ અપડેટઃ 73 હજારને બચાવાયા, હજુ પણ ફસાયા છે 32 હજાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, દેહરાદૂન, 22 જૂનઃ ઉત્તરખાંડમાં કુદરતના કહેરના એક સપ્તાહ પછી પણ ફસાયેલા લોકોને બહાર કાઢી શકાયા નથી. દહેરાદૂન પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ જણાવ્યા પ્રમાણે 30થી 32 હજાર લોકો હજુ પણ આફતગ્રસ્ત ક્ષેત્રોમાં ફસાયેલા છે, જ્યારે 73 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ગૃહમંત્રીએ જણાવ્યું કે, 1751 ઘર, 147 પૂલ અને 1307 રસ્તાઓને નુક્સાન પહોંચ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ આ તબાહીમાં 556 લોકો માર્યા ગયા હોવાની પૃષ્ટી કરી છે. સીએમએ મૃતકોની સંખ્યા વધવાની સંભાવનાઓનો ઇન્કાર કર્યો નથી.

આ વચ્ચે મોસમ વિભાગે ચેતવણી આપી છે કે, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં રવિવારે ફરીથી વરસાદ થઇ શકે છે. સવારે દહેરાદૂનમાં હળવો વરસાદ પણ થયો. જો કે, વરસાદ રોકાયા પછી દહેરાદૂનથી હેલિકોપ્ટરને રાહત અભિયાન પર મોકલવામાં આવ્યા છે. વરસાદનો સિલસીલો 26 જૂન સુધી ચાલું રહી શકે છે. આ દરમિયાન ક્યાંક-ક્યાંક ભારે વરસાદ થશે. તેવામાં બચાવ અભિયાનમાં મુશ્કેલીઓ આવી શકે છે. બચાવકર્મીઓએ પોતાનું કામ ઝડપથી પૂરુ કરવું પડશે, કારણ કે, ખરાબ હવામાનમાં હેલિકોપ્ટર ઉડાવવું ખતરનાક સાબિત થઇ શકે છે.

બચાવ કાર્ય માટે માત્ર 48 કલાક

બચાવ કાર્ય માટે માત્ર 48 કલાક

હવામાનની સૂચનાઓ અનુસાર સેના અને પ્રશાસન પાસે લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે માત્ર 48 કલાક છે. આફત પ્રભાવિત 40 હજાર વર્ગ કિમી ક્ષેત્રથી લોકોને બહાર કાઢવા માટે સરકારી એજન્સીઓ અને સેનાએ પૂરી શક્તિ લગાવી દીધી છે. સેનાએ અહીં ઓપરેશન 'સૂર્ય હોપ' હેઠળ 10 જવાનો અને પેરા મિલિટ્રીને પણ મેદાનમાં ઉતાર્યા છે. શુક્રવારે રાહત અને બચાવ કાર્યમાં આર્મી-એરફોર્સના 55 હેલિકોપ્ટર કામે લાગ્યા હતા. આ હેલિકોપ્ટર શનિવારે પણ પોતાનું અભિયાન જારી રાખશે.

તબાહી જોઇને સેના પણ મુકાઇ આશ્ચર્યમાં

તબાહી જોઇને સેના પણ મુકાઇ આશ્ચર્યમાં

કેદારઘાટીમાં તબાહીના મંજરને જોઇને સેના પણ આશ્ચર્યમાં મુકાઇ ગઇ છે. પ્રભાવિત ક્ષેત્રનો પ્રવાસ કરીને આવેલા સેન્ટ્રલ કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૈતે કહ્યું કે, આફત પ્રભાવિત વિસ્તારોમાં વ્યાપક માત્રામાં અભિયાન ચલાવવાની જરૂર છે. તેમણે કહ્યુંકે, રાજ્ય સરકારે પણ તેમાંથી કંઇક શીખવું જોઇએ. સેનાની પ્રાથમિકતા બીમાર, વૃદ્ધો, બાળકો અને મહિલાઓને સુરક્ષિત સ્થાનો સુધી લઇ જવાની છે.

લોકોમાં ભારે નારાજગી

લોકોમાં ભારે નારાજગી

આ વચ્ચે રાહત કાર્યમાં મોડું થવાના કારણે લોકોમાં ભારે નારાજગી છે. સુશીલ કુમાર શિંદેનું માનવું છે કે, રાહત અને બચાવમાં લાગેલી એજન્સીઓમાં તાલમેલ નથી. ત્યારબાદ સરકારના પૂર્વ હોમ સેક્રેટરી વી કે દુગ્ગલને નોડલ અધિકારી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, એક બે દિવસમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું કે, ઘણા મૃતદેહો એવા છે કે, જેમની ઓળખ થઇ નથી, તેમની તસવીરો તમામ રાજ્યોને મોકલવામાં આવશે. જેથી મૃતદેહોની જાણકારી થઇ શકે.

મોદી નહીં ઉતારી શકે તેમનું હેલિકોપ્ટર

મોદી નહીં ઉતારી શકે તેમનું હેલિકોપ્ટર

આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ શુક્રવારે દેહરાદૂન પહોંચ્યા છે. આજે તઓ કેદારનાથનો પ્રવાસ કરે તેવી સંભાવનાઓ છે. જો કે, હવામાન ખરાબ હોવાના કારણે તેમનું હેલિકોપ્ટર ઉડાન ભરી શક્યું નથી. તેમને એ શરત સાથે આફત પ્રભાવિત ક્ષેત્રોનો પ્રવાસ કરવાની પરવાનગી મળી છે કે તેઓ તેમનું હેલિકોપ્ટર ક્યાંય ઉતારશે નહીં. શિંદેએ કહ્યું કે કોઇપણ સીએમનું હેલિકોપ્ટર નીચે નહીં ઉતારવામાં આવે. તેનાથી રાહત કાર્ય પ્રભાવિત થશે.

English summary
Sushilkumar Shinde addresses press conference in Dehradun. says, No VIP, except the chief minister, should go to the flood-hit areas and hamper rescue opeartions. Even the home minister has been denied permission to go there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X