For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધગયા બ્લાસ્ટની ગુપ્ત માહિતી હતી, ક્યાં ભૂલ થઇ તે અંગે તપાશ થશે: શિંદે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shushil-kumar-shinde
બોધગયા, 10 જુલાઇ: મહાબોધિ મંદિરમાં ગત રવિવારે થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોને લઇને કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે બુધવારે બોધગયા પહોંચ્યા હતા અને ઘટનાસ્થળનું નિરિક્ષણ કર્યું હતું. તપાસમાં જોડાયેલા અધિકારીઓ સાથે આ વિશે જાણકારી મળી હતી.

ગૃહમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ બ્લાસ્ટને લઇને ગુપ્ત માહિતી મળી હતી. તેમાં ક્યાં ચૂક થઇ, તે અંગે તપાસ કરાવવામાં આવશે. શાંતિના પ્રતિક 'મહાબોધિ મંદિર' પર હુમલો ચિંતાનો વિષય છે અને અમે આ હુમલાની આકરી નિંદા કરીએ છીએ.

સુશીલ કુમાર શિંદેએ એનઆઇએને આ બ્લાસ્ટની તપાસ પૂરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એનઆઇએ તપાસમાં જોડાઇ ગઇ છે. તેમને કહ્યું હતું કે એમપણ કહેવામાં આવે છે કે સીઆઇએસએફની ગોઠવણ વિશે વિચાર કરી રહી છે.

બીજી તરફ બિહારના ગયા જિલ્લાના બોધગયા સ્થિત મોહાબોધિ મંદિર પરિસરમાં અને બહાર ગત સાત જુલાઇના રોજ થયેલા 10 શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ મુદ્દે મંગળવારે પટણાથી કસ્ટડીમાં લેવામાં આવેલા ત્રણ યુવકો અને એક યુવતિને પોલીસે પુરાવાના અભાવે છોડી મુક્યા છે. પટણાના વરિષ્ઠ પોલીસ અધિકારી મનુ મહારાજે જણાવ્યું હતું કે ધરપકડમાં લેવામાં આવેલા આ લોકોને બિહાર પોલીસ ઉપરાંત એનઆઇએ અને આઇબીની ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. આ મુદ્દે તેની સંડોવણીના પુરાવા નહી મળતાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

English summary
A day after the Nitish Kumar government in Bihar handed over the Bodh Gaya serial blasts case probe to the NIA, Sushilkumar Shinde arrived at the blasts site on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X