સુષ્મા સ્વરાજની ચેતવણી બાદ એમેઝોને ભૂલ સુધારી

Posted By:
Subscribe to Oneindia News

ઓનલાઇન ઇ કોમર્સ કંપની એમેઝોનની સાઇટ પર ભારતના રાષ્ટ્રધ્વજની છબી પગલૂછણિયા તરીકે વેચવા મામલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે વિરોધ વ્યક્ત કરી આ અંગે કેનેડા સ્થિત ઉચ્ચઆયોગને આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સુષ્મા સ્વરાજે ભારતીય ઉચ્ચાયુક્તને કહ્યું છે કે આ અસ્વીકાર્ય છે અને આ અંગે અમેઝોન સમક્ષ ઉપરી સ્તરના પગલા ઉઠાવવા જોઇએ.

shushma

સુષ્મા સ્વરાજે સાફ શબ્દોમાં કહ્યું છે કે એમેઝોન આ અંગે બિનશરતી માફી માંગવી જોઇએ. અને રાષ્ટ્રીય ધ્વજના આવા તમામ ઉત્પાદનોને પાછા લેવા જોઇએ જે અમારા રાષ્ટ્ર ધ્વજનું અપમાન કરતા હોય. વધુમાં તેમણે કહ્યું કે જો એમેઝોન દ્વારા આવું ના કરવામાં આવ્યું તો તે કોઇ પણ એમેઝોનના અધિકારીને વીઝા નહીં મોકલે.

નોંધનીય છે કે અતુલ ભોબે દ્વારા ઓનલાઇન સાઇટ ટ્વીટર પર આ બાબલે સુષ્મા સ્વરાજને ફરિયાદ કરવામાં આવી હતી. અને તે પછી સોશ્યલ મીડિયા પર અનેક ટ્વિટર દ્વારા આ અંગે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

એમેઝોને ભૂલ સુધારી

જો કે સુષ્મા સ્વરાજની ચેતવણી પછી ઇ કોમર્સ વેબસાઇટ એમેઝોને તે તિરંગા વાળી પગલૂછણિયાની તસવીરો તેની વેબસાઇટ પરથી નીકાળી દીધી છે. કેનેડાની કંપની એમેઝોનના પ્રવક્તાએ વોશિંગ્ટન પોસ્ટ આ અંગે જણાવતા કહ્યું કે આ જાહેરાતને તાત્કાલિક અસર સાથે સાઇટ પરથી નીકાળી દેવામાં આવી છે.

English summary
Sushma Swaraj says amazon must tender unconditional apology and withdraw all products insulting our national flag immediately.
Please Wait while comments are loading...