પતિને એકલા જવું પડ્યું હનીમૂન પર, તો સુષ્મા સ્વરાજ વચ્ચે પડ્યા!
ફૈઝાન પટેલ નામના એક વ્યક્તિએ ટ્વિટ કરીને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને કંઇક અલગ અંદાજમાં પોતાની સમસ્યા કહી. અને સુષ્મા સ્વરાજે ફરી એક વખત તેનું નિરાકરણ નીકાળીને સાબિક કરી દીધુ કે કેમ તે છે મોદી સરકારના લોકોના ટોપ ફેવરેટ વિદેશ પ્રધાન!
ફૈઝાન પટેલ દિલ્હીમાં રહેતા એક ફોટોગ્રાફર છે. તેમણે તેમની પત્ની સાથે ઇટલી હનીમૂન પર જવા માટે પેકેઝ બુક કરાવ્યું હતું. તેનું ટૂર 6 ઓગસ્ટના 2016ના દિવસે શરૂ થવાનું હતું પણ 4 ઓગસ્ટે જ તેમની પત્નીનો પાસપોર્ટ ખોવાઇ ગયો. જે બાદ 6 ઓગસ્ટે ફૈઝાનને એકલા જ પોતાના હનીમૂન પર જવું પડ્યું અને તેમણે 8 ઓગસ્ટના રોજ તુર્કિશ એરલાઇન્સમાં આ મુજબ ટ્વિટ કરીને સુષ્મા સ્વરાજને પોતાની સમસ્યા બતાવી.
This is how I am travelling with my wife as of now. @SushmaSwaraj @MEAIndia @MEAQuery pic.twitter.com/igeSwcfWkZ
— Faizan Patel (@faizanpatel) August 8, 2016
પછી શું તે ટ્વિટ પર સુષ્મા સ્વરાજે પણ ટ્વીટ કરીને કહ્યું કે તમે તમારી પત્નીને કહો મને સંપર્ક કરે અને હું પ્રયાસ કરીશ કે તમારી નેક્ટ સીટમાં તમારી પત્ની બેસી શકે.
@SushmaSwaraj @faizanpatel Already got the call from your office. God bless you. Thank you so very much...
— Sana Fatima Khan (@SFK1986) August 8, 2016
એટલું જ નહીં તે પછી તેની પત્નીનો પણ મેસેજ આવ્યો કે મારી પાસે તમારો આભાર માનવા શબ્દો નથી અને તમારા ખાતાથી મને ફોન આવી ચૂક્યો છે અને મારા ડુપ્લિકેટ પાસપોર્ટ માટે તૈયારીઓ ચાલી રહી છે. તમારો ખૂબ ખૂબ આભાર.
@SushmaSwaraj @faizanpatel I'm speechless. Can't thank you enough already.
— Sana Fatima Khan (@SFK1986) August 8, 2016
નોંધનીય છે કે આવું પહેલીવાર નથી બન્યું આ પહેલા પણ અનેક વાર લોકો સુષ્મા સ્વરાજ પાસે ટ્વિટર પર પોતાની મુશ્કેલીઓ કહી ચૂક્યા છે અને તેમને તેનું ત્વરિત નિરાકરણ પણ મળી ચૂક્યું છે.