'કૉલગેટ'ની ગૂમ ફાઇલો પર FIR કેમ નહીં: સુષમા સ્વરાજ
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર : લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે કોલસા ઘોટાળા સાથે જોડાયેલ ફાઇલોને લઇને સરકારને આડા હાથે લીધી છે. બુધવારે લોકસભામાં સુષમાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે આ મામલા સાથે જોડાયેલ ફાઇલ ગુમ થઇ તો સરકારે આ સિલસિલામાં એફઆઇઆર કેમ દાખલ કરી નથી. સુષમાએ સરકારની ઇચ્છા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે સરકાર ખોવાયેલી ફાઇલો શોધવા જ નથી માગતી.

સંસદની બુધવારે કાર્યવાહી શરૂ થતા ભાજપાના સભ્યોએ બંને ગૃહોમાં ખોવાયેલી ફાઇલોનો મુદ્દો ઉઠાવ્યો અને તેને લઇને ખૂબ જ હોબાળો પણ થયો. રાજ્યસભામાં ભાજપા સભ્યોએ કોલસા મંત્રાલયની ફાઇલો ગુમ થયાનો મુદ્દો ઉઠાવ્યો. સભ્યોનો સૂત્રોચ્ચાર અને હંગામાંના કારણે રાજ્યસભાની બેઠક ઘણી વખત સ્થગિત થઇ.












Click it and Unblock the Notifications
