UPA સરકાર સપાની કાંખઘોડી પર ટકેલી છે: સુષમા સ્વરાજ

sushma swaraj
નવી દિલ્હી, 5 જુલાઇ : ખાદ્ય સુરક્ષા બિલ પાસ કર્યા બાદ કોંગ્રેસ સરકાર ટૂંક સમયમાં પહેલા લોકસભા ચૂંટણી કરવાના મૂડમાં લાગી રહી છે. સૂત્રો અનુસાર કોંગ્રેસ સમય પહેલા લોકસભાની ચૂંટણી કરાવી શકે છે. સરકારે 67 ટકા ગરીબ જનતા મફત ભોજનનું લોલીપોપ બતાવી ચૂંટણીમાં પોતાનો પક્ષ મજબૂત કરવા માગે છે. સૂત્રો અનુસાર મોનસૂન સત્ર નવેમ્બર પહેલા પહેલા બોલાવવામાં આવશે નહી અને આ સત્રને બોલાવ્યા બાદ મહત્વના મુદ્દા રજૂ કરી લોકસભા ભંગ કરવાની ભલામણ કરી દેવામાં આવશે.

સૂત્રો અનુસાર ભાજપા અને સમાજવાદી પાર્ટીએ એ વાતનું અનુમાન પહેલા જ લગાવી દીધું હતું. ગુરુવારે લોકસભામાં વિપક્ષની નેતા સુષમા સ્વરાજે ટ્વિટ કર્યું કે સરકાર આટલી ઉતાવળમાં શા માટે છે? શું તે સમય પહેલા તો ચૂંટણી નથી કરાવવાની ને? સુષમાએ કહ્યું કે સંસદીય પરંપરાઓ કોંગ્રેસનો આ વટહુકમ લાવવાની પદ્ધતિની અવગણના કરે છે. જ્યારે સુષમાએ કહ્યું કે યુપીએ સપાની કાંખ-ઘોડી પર ટકેલી છે.

સૂત્રો અનુસાર સુષમાએ કહ્યું કે સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ ઘણી વખત સાર્વજનિકરીતે કહી ચૂક્યા છે કે 2013માં જ લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. જ્યારે કેટલાક રાજકિય વિશ્લેષકોનું કહેવું છે કે કોંગ્રેસ અટલ બિહારી વાજપેઇ જેવી ભૂલ નહીં કરે.

અટલજીએ પોતાની 2004માં જ સમય પહેલા ચૂંટણી કરાવી દીધી હતી જેનો નિર્ણય ખોટો સાબિત થયો. સૂત્રો અનુસાર કોંગ્રેસને જેડીયૂ તરફથી બાહરી સમર્થન મળવાનો વિશ્વાસ છે માટે કોંગ્રેસ ખાદ્ય સુરક્ષા બિલ પર આવું કડક વલણ અપનાવી રહી છે.

કોંગ્રેસની રણનીતિ છે કે 2009ના લોકસભા ચૂંટણી પહેલા મનરેગા સ્કીમ અને ઋણ માફી દ્વારા ગરીબોના વોટ મેળવ્યા હતા એવી જ રીતે આ વખતે પણ ખાદ્ય સુરક્ષા બિલ પર ગરીબોને પોતાની તરફ કરવાની કવાયત છે.

વિપક્ષ પણ આનો જબરદસ્ત વિરોધ એટલા માટે નથી કરી રહ્યો કારણ કે અહીં ગરીબોની વાત આવી જાય છે. જે રાજ્યોમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે, જેમાં રાજસ્થાન દિલ્હીનો પણ સમાવેશ થાય છે. જ્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસની ચૂંટણી સંભાવનાઓ ખૂબ જ સારી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X