મોદીથી નારાજ થઇને મીટિંગ છોડીને ચાલ્યા ગયા હતા સુષમા!

મોદીએ બેઠકમાં વરિષ્ઠ નેતાઓને સલાહ આપી કે તે યૂપીએની ખામીયોને સતત ગણાવે. આની પર સુષમાએ કહ્યું કે તે એજ કામ કરી રહી છે. તેમણે એ પણ કહ્યું કે બેઠક પહેલા તે અને અરૂણ જેટલીએ પોતાની પ્રેસ કોન્ફ્રેન્સમાં આ જ ખામીઓનો ઉલ્લેખ કર્યો હતો. સુષમાને મોદીની સોશિયલ મીડિયાના વધારે ઉપયોગની સલાહ પણ સારી લાગી નહી કારણ કે તે પહેલાથી જ ટ્વિટર પર છે.
ખરેખર, આ આખો મામલો પ્રધાનમંત્રી પદની ઉમેદવારીનો છે, સુષમા એ વાતથી ખચકાય છે કે મોદીના નામને લઇને પહેલા જ હવા બનાવવામાં આવી રહી છે. સુષમાને લાગે છે કે નેતા વિપક્ષ હોવાના નાતે પ્રધાનમંત્રી પદ પર પહેલી દાવેદારી તેમની બને છે અને જો તેમને છોડીને કોઇ નામ આવતું હોય તો તેમના પદની ગરિમાને ઓછી કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુષમાએ પોતાની પ્રેસ કોન્ફ્રેન્સમાં પણ એ સ્પષ્ટ કરી દીધું હતું કે હજી પાર્ટીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જોકે મોદી સાથે મતભેદની વાતોને સુષમાએ નકારી કાઢી હતી. સુષમાએ જણાવ્યું કે બુધવારે તેમનો રાષ્ટ્રપતિને મળવાનો કાર્યક્રમ હતો એટલે બેઠકમાંથી જલદી ગઇ હતી.












Click it and Unblock the Notifications
